અમદાવાદઃ કોઈ પણ વ્યક્તિ ખાસ હોય છે અને દરેક લોકોની અંદર કોઈને કોઈ ખૂબી છુપાયેલી હોય છે. જ્યાં બાળકોની ઉમર ખેલકુદની હોય છે ત્યાં 14 વર્ષની નાની ઉંમરે અમદાવાદની (Youngest Author Of Ahmedabad) જાનુષી રાઈચુરાએ અંગ્રેજી ભાષામાં સાત નવલકથા (Ahmedabad Girl janushi wrote 7 books) લખીને પ્રકાશિત કરી છે.
12 વર્ષની ઉંમરમાં 4 પુસ્તકો લખી લીધાં હતાં
આપણે વાત કરી રહ્યા છીએ 14 વર્ષની જાનુષી રાયચુરાની જેઅમદાવાદ શહેરની વતની છે. જાનુષી પાંચ વર્ષની હતી ત્યારે પરિવારના સ્વજનોએ કલ્પના સુદ્ધાં નહીં કરી હોય કે 12 વર્ષની ઉંમરે પહોંચતાં પહોંચતાં ચાર પુસ્તકોની લેખિકા બની છવાઈ (Youngest Author Of Ahmedabad) જશે.
જાનુષીની લેખનની પ્રેરણા
2008માં જાનુષીના નાના દિમાગમાં કુતુહુલ જાગ્યું અને જિજ્ઞાસા વૃતિથી છલોછલ આ નાનકડી છોકરીમાં ધીમે ધીમે એક બીજ અંકુરિત થવા માંડયું. એ બીજ આગળ જતાં જાનુષીમાં લેખિકાના જન્મ (Youngest Author Of Ahmedabad) થકી વટવૃક્ષ બન્યું.
આ પણ વાંચોઃ બિહારની લોક સંસ્કૃતિને શબ્દોમાં ઝીલનારાં લેખિકા શાંતિ જૈનની સફર
જાનુષીના લેખનની શરૂઆત
જાનુષી ચાર બાર વર્ષની હતી ત્યારે તેની એક નવલકથા વાંચી જેે પસંદ ન પડી. એણે એની મમ્મીને કહ્યું કે મમ્મી આ વાર્તાનો અંત આવો ન હોવો જોઈએ. એની મમ્મીએ મજાકમાં કહ્યું કે તો આ વાર્તાનો અંત તું તારી રીતે બદલી નાખ અને આ વિચારતાની સાથે જ જાનુષી એક પછી એક એમ કરીને અત્યાર સુધીમાં સાત પુસ્તકો (Ahmedabad Girl janushi wrote 7 books) લખી ચૂકી છે.