અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના અનેક પોઝિટિવ દર્દીઓ છે જેમની સારવાર સિવિલ, SVP અને અન્ય હોસ્પિટલોમાં ચાલી રહી છે, ત્યારે સારવારના ભાગ રૂપે અમદાવાદની 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં પોઝિટિવ કેસના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયમ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સિવિલમાં યોગ અને પ્રાણાયમ શરૂ કરાયા
અમદાવાદ શહેરમાં કોરોનાના અનેક પોઝિટિવ દર્દીઓ છે જેમની સારવાર સિવિલ, SVP અને અન્ય હોસ્પિટલોમાં ચાલી રહી છે, ત્યારે સારવારના ભાગ રૂપે અમદાવાદની 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં પોઝિટિવ કેસના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયમ શરૂ કરવામાં આવ્યા છે.
કોરોનાની મહામારીને નાથવા એક પડકારની જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેને પડકાર કરી રહ્યું છે. શહેરમાં કોરોનાના અનેક પોઝિટિવ દર્દીઓ છે જેમની સારવાર સિવિલ, SVP અને અન્ય હોસ્પિટલમાં ચાલી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં નિયુક્ત કરાયેલી કોવિડ- 19 1200 બેડની હોસ્પિટલમાં સ્વાસ્થય તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તથા તેમનું માનસિક સંતુલન જળવાય રહે માટે યોગ અને પ્રાણાયમ કરાવવાનો પ્રારંભ કરાયો છે. જેમાં તમામ દર્દીઓએ પ્રતિસાદ આપી રહ્યા છે.