ગુજરાત

gujarat

ETV Bharat / city

ઈદે મિલાદુન્નબીના ઝુલુશને નીકળવા CMને લખ્યો પત્ર

ગુજરાતમાં મુસ્લિમોના મોટા તહેવાર ઈદે-મિલાદને લઈ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. પોત પોતાના તમામ વિસ્તારોને દુલ્હનની જેમ સંળગારવામાં આવ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધુમથી અને કોરોનાની તમામ ગાઈડલાઈન પ્રમાણે ઝુલુસ કાઢવા માટે CM રુપાણીને પરવાનગી માટે રજૂઆત કરવામાં આવી છે.

ઈદે મિલાદુન્નબીના ઝુલુશને નીકળવા CMને લખ્યો પત્ર
ઈદે મિલાદુન્નબીના ઝુલુશને નીકળવા CMને લખ્યો પત્ર

By

Published : Oct 22, 2020, 2:17 AM IST

  • ઈદે મિલાદુન્નબીના ઝુલુશને નીકળવા CMને લખ્યો પત્ર
  • ઈદે મિલાદ નિમિતે ઝુલુસ કાઢવા કોંગ્રેસના ધારાસભ્યોની સીએમને રજૂઆત
  • જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સીએમ રુપાણીને કરી રજૂઆત

અમદાવાદઃ 30 ઓક્ટોબરના રોજ જશ્ને ઈદે મિલાદુન્નબીના તહેવારને લઈ તમામ મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા તહેવારને લઈ લોકો પોતાના વિસ્તારોમાં લાઈટો અને વિવિધ પ્રકારની રોશની કરી દીધી છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદમાં ઝુલુસ કાઢવા માટે જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સીએમ રુપાણીને રજૂઆત કરી છે.

ઈદે મિલાદુન્નબીના ઝુલુશને નીકળવા CMને લખ્યો પત્ર

પત્રમાં શું જણાવ્યું હતું?

તેઓએ રજૂઆત કરતા એક પત્રમાં જણાવ્યું કે, હાલમાં રાજયમાં કોરોના વાઇરસ અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તેથી સરકારની ગાઈડલાઈનના નિયમોનું ઝુલુસમાં પાલન કરવામાં આવશે. સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી આ ઝુલુસ કાઢવા મંજૂરી આપવામાં આવે. જો કે હાલ રાજયમાં કોરોનાના વાઈરસના કહેરને લઈ સરકારે અક ગાઈડલાઈને જાહેર કરી છે. જેમાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાણવવા, માસ્ક પહેરવા અને સાવચેત રહેવા માટેની અપીલ કરી રહી છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજયમાં આવનારા તમામ તહેવારો પર રોક લગાડી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details