ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે વર્લ્ડ સ્પાઈન ડેઃ સિવિલ હોસ્પિટલમાં સ્પાઈનની સફળ સર્જરી બાદ દર્દીને મળ્યું નવજીવન - સિવિલ ઓર્થોપેડિક વિભાગ

બહેરામપુરા વિસ્તારમાં રહેતા વસંત સોલંકીને દોઢ વર્ષ પહેલાં કમરના ભાગમાં વેદના થતા તેઓ હોસ્પિટલ ગયા હતા. તબીબોએ તપાસ કરતા કમરના મણકાંનો ચેપ હોવાનું જાણવા મળ્યું હતું, જે કારણોસર તેમની સર્જરી હાથ ધરવામાં આવી હતી. જો કે, સર્જરી સફળ થઈ અને વસંતભાઈ પીડામુક્ત બન્યા હતા.

આજે વર્લ્ડ સ્પાઈન ડે, સિવિલ હોસ્પિટલમાં સ્પાઈનની સફળ સર્જરી બાદ દર્દીને મળ્યું નવજીવન
આજે વર્લ્ડ સ્પાઈન ડે, સિવિલ હોસ્પિટલમાં સ્પાઈનની સફળ સર્જરી બાદ દર્દીને મળ્યું નવજીવન

By

Published : Oct 16, 2020, 8:47 PM IST

અમદાવાદ: ઓપરેશનના 6 મહિના બાદ વસંતભાઈને એકાએક હલનચલનમાં તકલીફ પડતા કમરના ભાગમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તેની સાથે ઓપરેશન કરેલા ભાગમાં ખૂંધ નીકળી ગઈ જે કારણોસર તેમને બેસવામાં, ઊંધવામાં ખૂબ જ તકલીફ પડતી.આ દરમિયાન તેઓએ ઘણી ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં બતાવ્યુ પરંતુ નિદાન શક્ય ન બન્યું. વસંતભાઈ મણકાંના ડોક્ટર પાસે પણ ગયા ત્યાંના તબીબોએ ઓપરેશન કરવાની ના જ પાડી દીધી. અન્ય એક ખાનગી હોસ્પિટલે ઓપરેશન માટે તૈયારી બતાવી, પરંતુ સાજા થવાની ખાતરી ન આપી. વળી ઓપરેશન 4 લાખના ખર્ચે કરાવવાનું હતું આથી તેમને પીડામાંથી મુક્તિ મળશે પણ કે નહીં તેના પર પ્રશ્નાર્થ હતો. અંતે તેઓ પોતાની પીડામાંથી મુક્તિ મેળવવા સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9201410_civi_a_7204015.jpg
સિવિલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ તેમનીની શારિરીક તપાસ કર્યા બાદ, એક્સ રે, સીટી સ્કેનથી એમઆરઆઈને લગતા તમામ રિપોર્ટ કરાવ્યા. તેમને પ્રી જંક્સનલ કાયફોસિસ (ઓપરેશનના જે ભાગમાં સ્ક્રૂ નાખ્યા હોય તેના ઉપરના ભાગમાં ખૂંધ નીકળવી) થયું છે. આ પ્રકારની તકલીફમાં સર્જરી વખતે ઘણી સાવચેતી રાખવી પડતી હોય છે. આવા પ્રકારના જટીલ ઓપરેશનમાં થોડીક પણ બેદરકારી વર્તવામાં આવે તો અન્ય મણકાંના ભાગમાં તકલીફ ઊભી થઈ શકવાની સંભાવના પ્રબળ રહેલી હોય છે. આ પ્રકારની સર્જરીને રિવિઝન સર્જરી કહેવામાં આવે છે. જેમાં પહેલેથી લગાડવામાં આવેલા સ્ક્રુ કાઢીને ફરી વખત નવા સ્ક્રૂ નાખવા પડતા હોય છે જે ખૂબ જ પડકારજનક હોય છે જેને રિવિઝન સ્ક્રૂ કહે છે. આ તમામ તકલીફોમાંથી દર્દીને પસાર ન થવું પડે તે માટે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે. પી. મોદીની ટીમ દ્વારા ન્યુરોમોનિટરિંગ કરી સર્જરી હાથ ધરાઈ હતી. ચારથી વધુ કલાક સર્જરી ચાલી હતી. જે સફળ રહી હતી.
આજે વર્લ્ડ સ્પાઈન ડે, સિવિલ હોસ્પિટલમાં સ્પાઈનની સફળ સર્જરી બાદ દર્દીને મળ્યું નવજીવન
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, વસંતભાઈની અગાઉની સર્જરી બાદ 11 અને 12માં મણકાંમાં ઈન્ફેક્શન થયું હતું. આથી કરોડરજ્જુ ચોંટી ગઈ હતી. જંક્શનલ કાયફોસિસ થવાથી ખૂંધ 110 ડિગ્રી વળી ગઈ હતી. જેના અંદરનો ભાગ ક્રેક કરીને અગાઉની સર્જરીના સ્ક્રૂ કાઢવામાં આવ્યા. આ પ્રકારના ઓપરેશનમાં દર્દીના જીવનું જોખમ પ્રબળ હોય છે જેથી નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આ સર્જરી હાથ ધરાઈ. આજે વસંતભાઇ સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે અને જલ્દીથી પોતાના ઘરે પરત ફરશે. સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સ્પાઈનની ડિજનરેટિવ, ડિફોર્મેટિવ, ક્રોમેટિક અને ઈન્ફેકટિવ પ્રકારની રેર અને અત્યંત જટિલ ગણાતી કુલ 146 સર્જરીઓ કરવામાં આવી..આજના વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે આવા પ્રકારની અત્યંત જટીલ ગણાતી સ્પાઇન સર્જરી સફળ રીતે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details