અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવે ખોખરા રેલવે પર છેલ્લા 2થી 3 વર્ષથી બ્રિજ (Work on Khokhra railway bridge completed) બનાવી રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશને આ કામ પૂર્ણ કર્યું છે. તો રેલવે વિભાગ ઓપનવેવ ગર્ડર બ્રિજને (Openwave girder bridge) આખરી ઓપ આપી રહ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ બ્રિજના કામકાજના કારણે એલ. જી. હોસ્પિટલ પાસે ભારે પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી (Traffic problem in Ahmedabad) રહેે છે, જે હવે નહીં જોવા મળે. તો આ બ્રિજ લોકો માટે જુલાઈ મહિનામાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો-સોમનાથ મહાદેવ દર્શન : આ વર્ષે દર્શનાર્થીઓને શી વિશેષ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે તે જાણો
પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે-અમદાવાદ રેલવેના PRO જિતેન્દ્રકુમાર જયંતેએ ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, ખોખરા રેલવે પરનો આ બ્રિજ પશ્ચિમ રેલવેનો (Work on Khokhra railway bridge completed) સૌથી મોટો બ્રિજ (Khokhra Railway is the largest bridge on the Western Railway) છે. બ્રીજ 92 મીટરના ઓપનવેવ ગર્ડર (Openwave girder bridge) પર તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ આ ઓપવવેવ ગડર વજન અંદાજિત 1,045 મેટ્રિક ટન છે, જેને 92 મીટર લાબું સિંગલ સ્પાન ગર્ડર માનવામાં આવી રહ્યો છે.