અમદાવાદઃ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી ડૉક્ટર કનુ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં મહિલાએ આરોપ મૂક્યો હતો કે, આરોપીએ સારવાર માટે અન્ય ડૉક્ટર સાથે મુલાકાત કરાવવાનું કહી નરોડાની હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
મહિલા પત્રકાર દુષ્કર્મ કેસઃ ડૉક્ટરની ધરપકડ કરાઈ - rape case
અમદાવાદમાં ફ્રિલાન્સ મહિલા પત્રકારે એક ડૉક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. એક મહિલાએ ડૉક્ટર પર હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ડૉક્ટરની ધરપકડ કરી વધું તપાસ શરૂ કરી છે.
મહિલાના જણાવ્યા પ્રમાણે ઘટના જૂન મહિનામાં બની છે. મળતી માહિતી પ્રમાણે મહિલા અને ડૉક્ટરની સોશિયલ મીડિયા મારફતે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ મહિલા છેલ્લા ઘણા સમયથી એકલવાયુ જીવન ગુજારી રહી છે. છેલ્લા 20 વર્ષની જૂની બીમારીથી પીડાઈ રહેલી મહિલા બીમારીના ઈલાજમાં વધું ખર્ચો કરતી હતી. આ બીમારીના ઈલાજ માટે ઓર્થોપેડિક ડૉક્ટર કનુ પટેલે તેમના ડૉક્ટર મિત્ર સાથે મુલાકાત કરાવી સારવાર કરાવી આપવાની વાત કરી, અને તેને મળવા હોટલમાં બોલાવી હતી. જ્યાં ડૉક્ટરે આ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
જો કે બીજી બાજુ આરોપી ડૉક્ટર પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે. હાલ તો પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે, અને મહિલાનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે. એક તરફ મહિલાના આરોપ છે તો બીજી બાજુ આરોપી પોતાનો બચાવ કરી રહ્યો છે. સાચી હકીકત તો તપાસ બાદ સામે આવશે.