ગુજરાત

gujarat

ETV Bharat / city

છ મહિનાની અંદર લોકો કહેશે કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ જોઇએ - ઇસુદાન ગઢવી - Isudan Gadhvi

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓની શરુઆત થઇ ગઇ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી ચૂકી છે. મીડિયામાં પોતાની ભૂમિકા અદા કરી ચૂકેલા ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટી ( aam adami party )માં જોડાયા છે. એવામાં ગુજરાતની જનતાને અત્યાર રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે જ વિકલ્પ હતા, ત્યારે આમ આદમી પાર્ટીની આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં કેવી તૈયારી છે? જનતાના કયા મુદ્દાઓને ચૂંટણીના એજન્ડામાં વાચા મળશે? આ સાથે મીડિયામાંથી રાજનીતિમાં પગ મૂકનારા ઇશુદાન ગઢવીએ માત્ર આમ આદમી પાર્ટીની જ કેમ પસંદગી કરી? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવીશું ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) પાસેથી...

Isudan Gadhvi
Isudan Gadhvi

By

Published : Jun 18, 2021, 11:00 PM IST

  • અમે દરેક ઘર સુધી જઇ ગુજરાતમાં પ્રચાર કરીશું - ઇસુદાન ગઢવી
  • સામાન્ય જનતાને લાગવુ જોઇએ કે, નેતા અમારી માટે રાજનીતિમાં છે - ઇસુદાન ગઢવી
  • ભાજપના ઘણા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવ્યા છે, કોંગ્રેસ પણ ભાજપની જ બી ટીમ છે - ઇસુદાન ગઢવી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022( Gujarat Assembly Election 2022 )માં જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરશે. પત્રકારત્વ છોડીને રાજનિતિમાં આવેલા ઇસુદાન ગઢવી (Isudan Gadhvi)એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમને આમ આદમી પાર્ટી ( aam adami party ) સાથે કેમ જોડાયા અને તેમને કયા મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) લડશે? જેવા મુદ્દે ઇસુદાન ગઢવી (Isudan Gadhvi)એ ETV BHARAT સાથે ચર્ચા કરી હતી.

છ મહિનાની અંદર લોકો કહેશે કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ જોઇએ - ઇસુદાન ગઢવી

સવાલ - આમ આદમી પાર્ટીમાં જોડાયેલા એવા કયા પ્રશ્નો હતા, જેનું સમાધાન પત્રકારત્વથી નહીં, પણ માત્ર રાજનીતિથી જ આવશે?

જવાબ - પત્રકારત્વમાં મારો અનુભવ 16 વર્ષનો રહ્યો છે. મેં એ સમયે લોકોના ઘણા પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયત્નો પણ કર્યા હતા. પત્રકાર પ્રશ્નો ઉઠાવી શકે, પરંતુ એની સામે કોઇ પગલા ન લઇ શકે. એ કામ સરકાર કરે છે. મીડિયામાં ઉઠાવેલા સવાલોની અસર પણ થાય છે, પણ એ ત્યારે જ આવે છે જ્યારે સરકારને લાગે છે કે, તેની સામે પગલા લેવા જોઇએ. ગુજરાતમાં જે રીતે સામાન્ય જનતા, ખેડૂતો, વાલીઓને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તે મારાથી ન જોવાયું જે કારણે મેં રાજનીતિમાં પગ મૂક્યો છે.

સવાલ -ભાજપ અને કોંગ્રેસના મુળ ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી છે, તો પછી ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની પસંદગી કેમ કરે?

જવાબ -ગુજરાતમાં એક એન્ટિ ઇન્કમબેન્સી જોવા મળી રહી છે. ભાજપના ઘણા ભ્રષ્ટાચારના કિસ્સાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ પણ ભાજપની બી ટીમ હોય તેમ જ કરી રહી હતી. મેં ખુબ જ ઉંડાણથી આ બાબતનો અભ્યાસ કર્યો છે. હવે જો હું રાજનીતિમાં બદલવાની વાત કરું છું. હું ભ્રષ્યાચારને નાથવાની વાત કરતો હોય, તો કઇ રીતે હું એ પાર્ટીમાં જોડાઇ શકુ છું. મને ખબર છે કે, આમ આદમી પાર્ટી ( aam adami party )ને ઉભી કરવી પડશે, પણ મને વિશ્વાસ છે કે, હું જે દિશા તરફ ગુજરાતની રાજનીતિને લઇ જવા માંગુ છું, તે તરફ લઇ જઇ શકાશે.

સવાલ -ભાજપ અને કોંગ્રેસને છોડીને લોકો દિલ્હીની પાર્ટીને મત કેમ આપશે?

જવાબ -આ દિલ્હીની પાર્ટી નથી. આમ આદમી પાર્ટી ( aam adami party ) દિલ્હીની છે જ નહી. ગુજરાત દિલ્હીની સરકાર મુજબ નહીં ચાલે. દિલ્હીથી ગુજરાતનું શાસન ચાલે છે, એટલે જ તો ગુજરાતમાં સમસ્યા છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને આહ્વાાહન કર્યું છે કે, આવો અને તમારી પાર્ટી બનાવો. ગુજરાત સરકારને કોરોનામાં મળેલી નિષ્ફળતાનું કારણ છે કે, કેન્દ્ર સરકારના આદેશ માટે રાહ જોવામાં આવતી હતી.

સવાલ -તમે કહો છો કે, દિલ્હી મોડેલ મુજબ કામ નહીં થાય, તો શું તમે ગુજરાતમાં નવું મોડેલ લાવશો?

જવાબ -બિલકુલ આમ આદમી પાર્ટી ( aam adami party )ની સરકાર બનશે, તો ગુજરાતમાં તેનું પોતનું મોડેલ હશે. અમે મજૂર, વાલીઓ, ખેડૂતો અને સામાન્ય જનતા માટે કઇંક કરવા માંગીએ છીએ. અમે એમજ લોકો પાસેથી મત નહીં માંગીએ. અમે લોકોને ગેરંટી કાર્ડ આપીશું. લોકોને 15 લાખના ઝુમલા નહીં બતાવીએ. આ લોકોએ રાજનિતિને બદનામ કરી દીધી છે. મારા આવવાથી સારા લોકો કહી રહ્યા છે કે, હવે તેઓ પણ રાજનીતિમાં જોડાવવા ઇચ્છે છે.

સવાલ -તમે વિવિધ વર્ગોની સમસ્યાની વાતો કરી, તેમના કઇ સમસ્યાને તમે બદલવા માંગો છો?

જવાબ -પહેલા તો આમ આદમી પાર્ટી ( aam adami party ) સત્તામાં આવવી જોઇેએ. આપનો દરેક કાર્યકર પાર્ટીનો પાયો છે. નામિત વ્યક્તિને નિયમ તોડવા બલદ છોડી દેવામાં આવે છે, પણ ખેડૂતો જો કોઇ ભુલ કરે તો તરત નિયમ બતાવવામાં આવે છે. અમે આમ જનતાના દરેક પ્રશ્નોને ઉઠાવીશું

સવાલ -હાલની ગુજરાતની રાજનીતિમાં પાટીદાર મુખ્યપ્રધાન આવે તેવી માંગણીઓ ઉઠી રહી છે, આમ આદમી પાર્ટી એવા સમયે શું કરશે?

જવાબ -રાજનીતિમાં જાતિવાદ નહીં, પણ સારા લોકો આવવા જોઇએ. આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટૂંબકમની રહી છે. આપણે લોકોને સાથે લઇને ચાલનારા લોકો છીએ. એટલે લોકોએ સમજવું જોઇએ કે, જાતિથી લોકોને નહીં પણ સારા લોકો રાજનીતિમાં આવે તે જોવું જોઇએ.

સવાલ -વિધાનસભાની 182 સીટમાંથી કેટલી સીટ આવવાની અપેક્ષા?

જવાબ -અમે પુરેપુરી સીટ પર જીત મેળવવા આવી રહ્યા છીએ. લોકો વિચારી રહ્યા છે કે, આ ત્રીજી પાર્ટી તરીકે આવી રહ્યા છે. અમે ત્રીજી પાર્ટી નહીં, પણ બીજી પાર્ટી ટૂંક સમયમાં બનશે.

ABOUT THE AUTHOR

...view details