ગુજરાત

gujarat

By

Published : Sep 21, 2020, 10:57 PM IST

ETV Bharat / city

અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે શહેરના જાણીતા રેસ્ટૉરન્ટને સીલ કરાયું

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા વિલિયમ જોન્સ પીઝા ખાતે તંત્ર દ્વારા ચેકીંગ હાથ કરવામાં આવ્યું હતું. જ્યાં લોકોની ભીડ સહિત સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા વિલિયમ જોન્સ પીઝા સીલ કરાયું હતું.

William Jones Pizza seal
William Jones Pizza seal

અમદાવાદઃ કોરોના મહામારીમાં જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોના મનમાંથી કોરોનાનો ડર ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે હૉટલ, રેસ્ટોરા, મોલ સુપર માર્કેટ જેવી જગ્યાએ તંત્ર દ્વારા ચેકીંગ કરવામા આવે છે. જેને લઇ મણિનગર વિસ્તારમાં આવેલા વિલિયમ જોન્સ પીઝા ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં લોકોની ભીડ જણાતા તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા શીવરંજની ખાતે આવેલા એબી જવેલર્સને સીલ મારવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સના રેસ્ટોરન્ટ સીલ કરાયું

તારીખ 19 અને 20 સપ્ટેમ્બરના રોજ સોલિડ વેસ્ટ વિભાગે શહેરભરમાં હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, શો રૂમ વગેરે સ્થળો પર SOPનું પાલન કરાય છે કે નહીં તેની તપાસ તંત્રએ કરી હતી. ઉપરાંત SOPનું પાલન નહીં કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમા સાત ઝોનમાં સાત એકમોને સીલ કરવામાં આવ્યા છે. સીલીંગની કામગીરી સાથે 3 દિવસ દરમિયાન રાત્રિમાં સાત ઝોનમાં માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમા 785 જેટલા કેસ કરી 7.85 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સના રેસ્ટોરન્ટ સીલ કરાયું

તંત્ર દ્વારા સીલ કરાયેલા એકમો

  • પાલડી વિસ્તારમાં નવજીવન રેસ્ટૉરન્ટ
  • યાંકી સિઝલર રેસ્ટોરેન્ટ
  • નવરંગપુરામાં જુગારી અડ્ડા સીલ
  • મણિનગરમાં કોટા કચોરી અને વિલિયમ જોન પીઝા
  • વટવામાં ઓપેરા હેરકટ
  • બોડકદેવમાં આર.કે. આમલેટ સેન્ટર

ABOUT THE AUTHOR

...view details