ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ? ચાર નામ ચર્ચામાં...

ગુજરાતના રાજકારણમાં આશ્ચર્ય સર્જાયું છે. શનિવારે બપોરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અગ્રણી નેતાઓ સાથે મળીને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યુ છે. ત્યારે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાતની કમાન હવે કોણ સંભાળશે..

હવે ગુજરાતના નવી મુખ્યપ્રધાન કોણ? ચાર નામ ચર્ચામાં...
હવે ગુજરાતના નવી મુખ્યપ્રધાન કોણ? ચાર નામ ચર્ચામાં...

By

Published : Sep 11, 2021, 4:15 PM IST

Updated : Sep 12, 2021, 12:04 AM IST

  • વિજયરૂપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી આપ્યું રાજીનામું
  • હવે ગુજરાતની ધૂરા કોણ સંભાળશે
  • ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ચાર નામ ચર્ચામાં

અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાને પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું છે અને હવે ગુજરાતવાસીઓને પ્રશ્ન એ થાય કે હવે ગુજરાતના નાથ કોણ? સરકારે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોષીની CMની ચૂંટણીના નિરીક્ષર તરીકે નિયુક્ત કર્યા છે. આ બંને નેતાઓ રવિવારે અમદાવાદ પહોંચે. જ્યાં તેઓ વિધાન સભા પક્ષની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક બાદ નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે

તો આ તરફ પાટીદાર સીએમ થવાની વાત છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. કદાચ ગુજરાતના સીએમ પદે પાટીદાર નેતા આવી શકે છે. હાલ ગાંધીનગરમાંથી ચાર નામ ચર્ચામાં છે. તેમાં સૌપ્રથમ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નામ છે. કારણ કે તે પાટીદાર નેતા છે, અને તેમની રાજ્યના પાટીદાર સમાજ પર સારી પક્ડ છે. તેમજ તેઓ વહીવટી કામકાજમાં નિપુણ છે.

બીજુ નામ મનસુખ માંડવિયાનું નામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ મનસુખ માંડવિયાને પ્રમોશન આપીને કેન્દ્રિય આરોગ્યપ્રધાન બનાવ્યા હતા. તેમનું નામ ગુજરાતના સીએમ તરીકે ચાલી રહ્યું છે.

ત્રીજુ નામ પરષોત્તમ રૂપાલાનું ચર્ચામાં છે. રૂપાલા વરિષ્ઠ નેતા છે, તેઓ ગુજરાતને ખૂબ સારી રીતે જાણે છે, અને પાટીદાર નેતા પણ છે, તેઓ પાટીદારોને એક સાથે લઈને ચાલે તેમ છે.

ચોથું નામ ગોરધન ઝડફિયાનું ચર્ચામાં છે. ગોરધનભાઈ સી આર પાટીલની ગુડ બુકમાં છે. આ અગાઉ ગોરધન ઝડફિયા ગુજરાતના ગૃહપ્રધાન રહી ચુક્યા છે. અને પાટીદાર નેતા પણ છે. જેથી તેમનું નામ હોટ ફેવરીટ ગણાઈ રહ્યું છે.

નવા સીએમ, પીએમ મોદીની સરપ્રાઈઝીંગ એલીમેન્ટ !

વડાપ્રધાન મોદી અને ભાજપ હંમેશા એક સરપ્રાઈઝીંગ એલીમેન્ટ આપવા માટે જાણીતા છે. નિયમ મુજબ જે વર્તમાનમાં જે ધારાસભ્ય હોય એમાથી જ એક નેતા તરીકે પસંદ કરીને તેને મુખ્યપ્રધાન બનાવવામાં આવતા હોય છે. એ દ્રષ્ટીએ પુરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવીયાના નામ રેસમાં હોવા છતા તેમની શક્યતા ઓછી જણાઈ રહી છે. ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં છે. હવે જો નવા સીએમ બહારથી આવે તો તેણે આગામી 6 મહિનામાં ચૂંટણી લડીને જીતવું પડે. પુરષત્તમ રુપાલા અને મનસુખ માંડવીયા બન્ને રાજ્યસભામાં સાંસદ છે અને હાલમાં જ કેન્દ્રીય પ્રધાન મંડળના મહત્વની જવાબદારી પામ્યા છે એમાં પણ મનસુખ માંડવીયાને તો સ્વાસ્થ્ય મંત્રાલયનો મહત્વનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે, જે પણ એક સરપ્રાઈઝીંગ એલીમેન્ટ જ છે. આ ઉપરાંત પ્રદાશ પ્રમુખ સી.આર. પાટીલનું નામ પણ સીએમની રેસમાં આગળ ચાલી રહ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે પણ સી. આર. પાટીલ પણ સાંસદ છે, માટે જો આ ત્રણ સાંસદોમાં થી કોઈને મુખ્યપ્રધાન બનાવવાના હોય તો તેમણે પોતાના સંસદિય મતવિસ્તારમાંથી સાંસદ તરીકે રાજીનામું આપવું પડે જે ભાજપમાં આગળ જતા અઘરુ સાબીત થાય કારણ કે લોકસભામાં હાલતુરંત ભાજપનો એક સાંસદ ઓછો થાય. વજુભાઈ વાળા સીએમ પદના દાવેદાર હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયું છે. વજુભાઈ ખૂબ સીનીયર નેતા છે. તેઓ હમણાં જ કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત થઈને રાજકોટ આવ્યા છે. કર્ણાટકથી આવ્યા પછી તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે હજુ હું રાજકારણમાં સક્રિય રહીશ. જ્ઞાતિવાદની રીતે જોઈએ તો તેઓ ઓબીસી નેતા છે. પરિણામે ભાજપ મોવડીમંડળ વજુભાઈના નામ પર પસંદગી કરે તેવી શક્યતાઓ પણ છે. વધુમાં તાજેતરમાં ઉત્તરાખંડમાં ભાજપને સીએમની પસંદગીમાં સારુ પરિણામ મળ્યુ નહોતું અને બહુ ઓછા સમયમાં જ રાજ્યમાં ત્રણ મુખ્યપ્રધાનો બદલવાના થયા હતા.

હવે બચ્યા એક માત્ર નિતિનભાઈ પટેલ કે જે વર્તમાન ધારાસભ્ય છે. નિતીનભાઈ પાસે એક સબળ પાસુ પાટીદાર હોવાનું અને સરકારમાં કાર્યરત રહેવાનો વર્ષોનો અનુભવ પણ છે. તાજેતરમાં જ ખોડલધામ ટ્ર્સ્ટના ચેરમેન નરેશ પટેલે મુખ્યપ્રધાન પાટીદર હોવો જોઈએ એવું નિવેદન આપીને વિવાદનો પધપુડો છંછેડ્યો હતો. વધુમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા ટાણે મનસુખ માંડવિયાએ પણ " પાટીદાર એટલે ભાજપ" નું નિવેદન કર્યું હતું.

આ વર્ષે કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં કાઠુ કાઢ્યું છે અને પ્રજાને એક ત્રીજા વિકલ્પ તરીકે પોતાને પ્રસ્થાપીત કરી છે એમ અનેક રાજકીય તજજ્ઞોએ અગાઉ ETV Bharatને વ્યક્ત કરી ચૂક્યા છે. વળી કોરોના કાળમાં રાજ્ય સરકારની કામગીરી અંગે અનેક માછલા ધોવાયા છે. વિરોધ પક્ષ કોંગ્રેસની હાલત રાજ્યમાં હાલ એકદમ નિર્જીવ જેવી હોવાનું પણ રાજકીય તજજ્ઞોએ અગાઉ ETV Bharatને મત વ્યક્ત કર્યો છે.

આ તમામ સ્થિતીને જોતા નિતીન પટેલનું નામ અગ્રસ્થાને રહે છે કે જેથી પાટીદારો પણ સચવાઈ જાય, કોઈ નવો નેતા બહારથી લાવીને તેને મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં બૂમરેંગ સાબીત ન થાય, પ્રજામાં જે સાશન વિરોધી લહેર એટલે કે એન્ટી ઈન્કમ્બન્સી છે તેને પણ એક વર્ષ દરમિયાન શમાવી શકાય અને એક વિશ્વાસપાત્ર વ્યક્તિની વર્ષોથી રહેલી રાજ્યના સીએમ બનાવાની હોંશ પણ પુરી થઈ જાય અને ભાજપ માટે ઘીના ઠામમાં ઘી પડ્યા જોવું થાય.

હાલ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે નવા સીએમની પસંદગીને લઈને ભાજપના નેતાઓની એક મહત્વની બેઠક ચાલી રહી છે જેમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા છે. વળી રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. માનવામા આવી રહ્યું છે કે આજ રીતે અથવા આવતી કાલ સુધીમાં નવા સીએમનું નામ નક્કી કરી લેવામાં આવશે.

Last Updated : Sep 12, 2021, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details