- SAARCના સેક્રેટરી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા
- ગાંધી વિચાર જાણીને પ્રભાવિત થયા
- વીરાકુને ગાંધી આશ્રમના ભાવિ પ્રયાસો માટે શુભકામના પાઠવી
અમદાવાદ : ઈસાલા રૂઆન વીરાકુન અને તેમના પત્નિ ક્રિશાંતિ વીરાકુ ( Mrs. KRISHANTI WEERAKOON ) ગાંધી આશ્રમમાં પધાર્યા ત્યારે તેમનું સુતરની આંટી પહેરાવીને અભિવાદન કર્યું હતું. કાર્તિકેય સારાભાઈએ સમગ્ર આશ્રમની વિસ્તૃત જાણકારી આપી ત્યારે આ દંપત્તિ પ્રભાવિત થયું હતું. ક્રિશાંતિએ જ્યારે વિશ્વશાંતિ, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ જેવા વિવિધ મુદ્દાઓ અંગેના ગાંધીવિચારને જાણ્યા ત્યારે તે અત્યંત પ્રભાવિત થયા હતા.
વીરાકુને ગાંધીના સત્યાગ્રહને જાણ્યો
વીરાકુને વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે “આ મુલાકાત મને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને માનવજાતના ઉદ્ધાર માટે કરેલા પ્રદાનની યાદ અપાવે છે.” વીરાકુને તેમના સંદેશમાં સાબરમતી આશ્રમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામના પાઠવી હતી.