ગુજરાત

gujarat

By

Published : Mar 3, 2021, 10:41 PM IST

ETV Bharat / city

ગુજરાત બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે શું છે જોગવાઈઓ?

ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. જાણો ગુજરાત બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે શું છે જોગવાઈઓ?

ગુજરાત બજેટ
ગુજરાત બજેટ

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂપિયા 4353 કરોડની જોગવાઈ

  • અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી જાતિ, સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો, દિવ્યાંગો, નિરાધાર વૃદ્ધોનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે સરકાર કટીબદ્ધ છે.
  • વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત રૂપિા 10,95,000 નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂપિયા 1032 કરોડની જોગવાઈ
  • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતિજાતિના કુલ 3,98,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા 6 લાખ 63 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂપિયા 549 કરોડની જોગવાઇ
  • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ સહાય આપવા રૂપિયા 159 કરોડની જોગવાઈ
  • ધોરણ 9મા અભ્યાસ કરતી અનસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,82,000 કન્યાઓને વિનામુલ્યે સાયકલ આપતી સરસ્વતી સાધના યોજના હેઠળ રૂપિયા 71 કરોડની જોગવાઇ
  • દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સ્વરોજગારી અને એસ.ટી. બસમાં મફત પ્રવાસ માટેની યોજના હેઠળ રૂપિયા 53 કરોડની જોગવાઇ
  • માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિના 14 હજાર લાભાર્થીઓને અને વિકસતી જાતિના 20 હજાર લાભાર્થીઓને સાધનો પૂરાં પાડવા માટે રૂપિયા 44 કરોડની જોગવાઇ
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી રૂપિયા 10,000ની સહાયમાં રૂપિયા 2000નો વધારો કરી રૂપિયા 12,000 કરવાની જાહેરાત કરાઇ છે, જેના માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ
  • રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂપિયા 19 કરોડની જોગવાઇ
  • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ
  • 80 ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂપિયા 1000 પેન્શન આપવામાં આવે છે. હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી 80 ટકાથી ઘટાડીને 75 ટકા કરવાની જાહેરાત કરું છું. વધુમાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યક્તિઓને પેન્શનનો લાભ મળશે. જે માટે રૂપિયા 9 કરોડની જોગવાઈ
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે રૂપિયા 8 કરોડની જોગવાઇ
  • અનુસૂચિત જાતિની 28 અને વિકસતી જાતિની 33 આદર્શ નિવાસી શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ ઇ-લર્નિંગ પ્રોજેકટ શરૂ કરવા માટે રૂપિયા 3 કરોડની જોગવાઇ
  • અનસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂપિયા 3 કરોડની જોગવાઈ
  • ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમરસ છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂપિયા 1 કરોડની જોગવાઇ
  • જુવેનાઇલ જસ્ટિસ ફંડ મારફત મુશ્કેલીમાં મૂકાયેલા બાળકોને સહાય અને પૂનર્વસન માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ
  • દિવ્યાંગ વ્યક્તિઓને મુદ્દતી ધિરાણ, શૈક્ષણિક હેતુ માટે ધિરાણ, માઈક્રો ફાયનાન્સ જેવી યોજનાઓ દ્વારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ કરવા માટે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ માટે રૂપિયા 7 કરોડની જોગવાઇ
  • વડોદરા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પ સ્મારકના કામો માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકાયેલ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ તેમજ વિવિધ લોન સહાય માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ

ABOUT THE AUTHOR

...view details