ગુજરાત

gujarat

ETV Bharat / city

પશ્ચિમ રેલવેએ આવશ્યક ચીજવસ્તુના પરિવહન માટે એપ્રિલથી જૂન સુધીમાં 170 પાર્સલ ટ્રેન શરૂ કરી - શિપમેન્ટ

આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો ચાલુ રાખવા પશ્ચિમ રેલવેની ગુડ્સ એન્ડ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશભરમાં સતત ચલાવવામાં આવી રહી છે. આ જ રીતે પશ્ચિમ રેલવેએ દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 1 એપ્રિલ 2021થી 12 જૂન 2021 સુધી 170 પાર્સલ ટ્રેનો શરૂ કરી છે. આ સમયગાળા દરમિયાન ગુડ્સ ટ્રેનોમાં 15.68 મિલિયન ટન શિપમેન્ટ નોંધાયું હતું. જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં 11.18 મિલિયન ટન હતું.

પશ્ચિમ રેલવેએ આવશ્યક ચીજવસ્તુના પરિવહન માટે એપ્રિલથી જૂન સુધીમાં 170 પાર્સલ ટ્રેન શરૂ કરી
પશ્ચિમ રેલવેએ આવશ્યક ચીજવસ્તુના પરિવહન માટે એપ્રિલથી જૂન સુધીમાં 170 પાર્સલ ટ્રેન શરૂ કરી

By

Published : Jun 14, 2021, 11:14 AM IST

  • પશ્ચિમ રેલવે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો ચાલુ
  • માલ ગાડીઓ ઉપરાંત પેસેન્જર ટ્રેન પણ ચાલુ છે
  • 170 ગુડ્સ રેક ચલાવવામાં આવ્યા

અમદાવાદઃ કોરોના કાળમાં પણ પશ્ચિમ રેલવેની કામગીરી સરાહનીય રહી છે. પશ્ચિમ રેલવેએ તેની વિવિધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો મારફતે 61,000 ટનથી વધુ વજનનો માલ પરિવહન કર્યો છે, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી સાધનો, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આનાથી 20.81 કરોડ રૂપિયાની આવક થઈ છે. પશ્ચિમ રેલવેએ 25,000 ટનથી વધુ દૂધના પરિવહન સાથે 36 દૂધ વિશેષ ટ્રેનો શરૂ કરી હતી અને 100 ટકા વેગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી

43 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો શરૂ કરાઈ હતી

આ જ રીતે 43 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી અને 7,100 ટન આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 14,600 ટન વજનની 29 ઈન્ડેન્ટેડ રેક પણ 100 ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવી હતી. ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે નવા બજારો પ્રદાન કરવા અને પોસાય તેવા અને ઝડપી પરિવહન માટે આ સમયગાળા દરમિયાન વિવિધ વિભાગોમાંથી લગભગ 14,000 ટનના ભાર વાળી 62 કિસાન ટ્રેનો પણ શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ 2021થી 12 જૂન 2021 વચ્ચે 15.68 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે કુલ 7,358 માલગાડીઓનું સંચાલન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો-પોરબંદર-રાજકોટ અને ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે 12 જૂનથી બે વિશેષ ટ્રેનો દોડશે


અન્ય ઝોનલ રેલવે સાથે પણ સંકલન

અન્ય ઝોનલ રેલવે સાથે 15,758 માલગાડીઓનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ઈન્ટરચેન્જ પોઈન્ટ પર 7,847 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 7,911 ટ્રેનોને કબજે કરવામાં આવી હતી. ટ્રેડ ડેવલપમેન્ટ યુનિટ્સ (બીડીયુ) રેલવે બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહન યોજનાઓ સાથે હાલના અને સંભવિત માલ ગ્રાહકો સાથે સતત સંપર્કમાં છે. જેથી તેઓ તેમના માલનું ઝડપથી, વિશ્વસનીય, પોષાય તેવું અને બલ્ક બાય રેલ પરિવહન કરવા પ્રોત્સાહિત કરી શકે.

ABOUT THE AUTHOR

...view details