ગુજરાત

gujarat

By

Published : Oct 13, 2020, 7:04 AM IST

ETV Bharat / city

વેસ્ટર્ન રેલવેએ ગત 10મી ઓક્ટોબરના રોજ ફર્ટીલાઇઝરનું એક દિવસીય શ્રેષ્ઠ લોડિંગ કર્યું

વેસ્ટર્ન રેલવે વિવિધ સ્તરે ભાડા ટ્રાફિકને વધારવા માટે નવા કાર્યો કરી રહ્યું છે. સપ્ટેમ્બર, 2020ના મહિનામાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ લોડિંગ પ્રાપ્ત કર્યા પછી, હવે વેસ્ટર્ન રેલવેએ 10 ઓક્ટોબર, 2020ના રોજ ખાતરનું એકદિવસીય સૌથી વધુ લોડિંગ કર્યું હતું.

Western Railway
Western Railway

અમદાવાદ: ભાડા પરિવહનને વેગ આપવાની દિશામાં વેસ્ટર્ન રેલવે દ્વારા ગ્રાહકો સાથે મૈત્રીપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વિવિધ SLRમાં પાર્સલ સ્પેસની 120 દિવસની એડવાન્સ બુકિંગની પરવાનગી આપવામાં આવી છે. આ યોજનાને અનુલક્ષીને વડોદરા ડિવિઝન દ્વારા કૃષિ પેદાશ અંતર્ગત સરગવા જેવી પેદાશોને હાવડા સુધી લઇ જવા અગાઉથી બુકિંગ કરાયું હતું.

વડોદરા વિભાગને સરગવાની એડવાન્સ નૂરની બુકિંગ ટ્રેન નંબર 02833 વડોદરા - હાવડા દ્વારા પરિવહન થવાની છે. 4 ટન જગ્યા 75 દિવસ માટે બુક કરાઈ છે, જેનાથી 21.63 લાખ રૂપિયાની આવક થાય છે. પશ્ચિમ રેલવેએ 10 ઓક્ટોબર, 2020ના રોજ 1442 વેગન સાથે 31 રેકમાં ખાતરોનું સૌથી વધુ લોડિંગ કર્યું હતું, જે 6 ઓક્ટોબર, 2020ના રોજ પ્રાપ્ત થયેલા 1426 વેગન સાથેના 29 શ્રેષ્ઠ રેક્સને વટાવી ગયું છે.

ભાડા પરિવહનને વેગ આપવાની દિશામાં વેસ્ટર્ન રેલવે દ્વારા ગ્રાહકો સાથે મૈત્રીપૂર્ણ પહેલ કરાઈ રહી છે

23મી માર્ચથી 10 ઓક્ટોબર, 2020 સુધીમાં, વેસ્ટર્ન રેલવે દ્વારા તેની 599 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 1.47 લાખ ટનથી વધુની ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓ, માછલીઓ, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આ પરિવહન દ્વારા રૂપિયા 49.55 કરોડની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલવે દ્વારા 102 દૂધની વિશેષ ટ્રેન ચલાવવામાં આવી હતી, જેમાં લગભગ 78 હજાર ટન જેટલું ભારણ હતું અને વેગનનો 100 ટકા ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, લગભગ 47 હજાર ટન જેટલી લોડવાળી 447 કોવિડ 19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓનાં પરિવહન માટે ચલાવવામાં આવી હતી.

વેસ્ટર્ન રેલવેએ 10મી ઓક્ટોબર, 2020ના રોજ ફર્ટીલાઇઝરનું શ્રેષ્ઠ એક દિવસીય લોડિંગ કર્યું

આ ઉપરાંત, આશરે 100 ટકા ઉપયોગ સાથે 22 હજાર ટનથી વધુનું વહન કરતા 50 ઇન્ડેન્ટેડ રેક્સ પણ ચલાવવામાં આવ્યાં હતા. 22મી માર્ચથી 10 ઓક્ટોબર, 2020 સુધીના લોકડાઉન સમયગાળા દરમિયાન, વેસ્ટર્ન રેલવે દ્વારા માલ ગાડીઓના કુલ 17,660 રેકનો ઉપયોગ 44.34 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાય માટે કરવામાં આવ્યો છે. અન્ય ઝોનલ રેલવે સાથે 34,667 નૂર ટ્રેનનું એકબીજા સાથે બદલાવ કરવામાં આવ્યું છે, જેમાં 17,298 ટ્રેનને સોંપવામાં આવી હતી અને 17,369 ટ્રેન વિવિધ વિનિમય સ્થળોએ લેવામાં આવી છે. જેની આવક 4757.46 કરોડ રૂપિયા છે. 11મી ઓક્ટોબર, 2020ના રોજ, એક પાર્સલ સ્પેશિયલ ટ્રેન ઓખાથી ગુવાહાટી જવા માટે રવાના થઈ હતી.

કોરોના વાઇરસને કારણે વેસ્ટર્ન રેલવે પર કુલ પેસેન્જર આવકમાં રૂપિયા 2895 કરોડથી વધુ નુકસાન થયું છે, જેમાં પરા વિસ્તારમાં આશરે રૂપિયા 446 કરોડનો સમાવેશ થાય છે. નોન-સબ અર્બન માટે 2449 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ છતાં 1 માર્ચ, 2020થી 10 ઓક્ટોબર, 2020થી ટિકિટ રદ્દ થવાને પરિણામે, પશ્ચિમ રેલવેએ રૂપિયા 444 કરોડ રિફંડ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 215 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે. અત્યાર સુધીમાં 69.10 લાખ પ્રવાસીઓએ સમગ્ર પશ્ચિમ રેલવે પર તેમની ટિકિટ રદ્દ કરી છે અને તે મુજબ તેમની પરત રકમ મળી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details