ગુજરાત

gujarat

ETV Bharat / city

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન માટે વોટર એરોડ્રોમ અને કંટ્રોલ રૂમ તૈયાર - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સુધી શરૂ થનારી સી-પ્લેન સર્વિસની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સી-પ્લેલના સંચાલન માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ છે.

ETV BHARAT
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન માટે વોટર એરોડ્રોમ અને કંટ્રોલ રૂમ તૈયાર

By

Published : Oct 23, 2020, 4:33 PM IST

  • અમદાવાદ રિવરફન્ટથી કેવડીયાકોલોની સુધી 31 ઓક્ટોબરે થશે સી-પ્લેનનો પ્રારંભ
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમ તૈયાર કરવામાં આવ્યું
  • ટિકિટબારી, મેટલ ડિટેકટર અને લગેજ સ્કેનર મશીન પણ મુકાયા

અમદાવાદઃ રિવરફ્રન્ટથી કેવડીયાકોલોની સુધી શરૂ થનારી સી-પ્લેન સર્વિસની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સી-પ્લેનના સંચાલન માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ છે.

વોટર એરોડ્રોમમાં ટિકિટબારીની સાથે મેડિકલ રૂમ પણ તૈયાર

રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલો એરોડ્રોમ 2 માળનો બનાવવામાં અવ્યો છે. જેમાં પ્રથમ માળે બારી અને મેડિકલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે બીજા માળે સી-પ્લેનમાં પ્રવાસ કરવા માટે આવતા પેસેન્જરોની તપાસ માટે ડોર ફ્રેમ મેટલ ડિરેક્ટર અને લગેજ સ્કેનિંગ એક્સ રે મશીન લગાવવામાં આવ્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન માટે વોટર એરોડ્રોમ અને કંટ્રોલ રૂમ તૈયાર

એરોડ્રોમ અને સી-પ્લેન જેટીની સુરક્ષા માટે બંદોબસ્ત

વોટર એરોડ્રોમ અને સી પ્લેનની જેટી માટે રિવરફ્રન્ટ ખાતે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પાર્ક ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે, જ્યારે નદીમાં સુરક્ષા માટે ફાયર બ્રિગેડના જવાનો, એર બોટ અને સાદી બોટ સાથે તૈનાત રહેશે.

ABOUT THE AUTHOR

...view details