- નમસ્તે ટ્રમ્પ પછી મોટેરા સ્ટેડિયમનું સત્તાવાર ઉદઘાટન થશે
- વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમના અંદરના વીડિયો ઈટીવી ભારત પર
- સ્ટેડિયમમાં 1,10,000ની બેઠક વ્યવસ્થા
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા 25 વર્ષ જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને તેના સ્થાને વિશ્વનું સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યા પછી આ મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુલી આ કાર્યક્રમમાં હાજરી આપશે, તેમ મનાવામાં આવી રહ્યું છે.