- અમદાવાદમાં નવી RTO બનશે
- 19 નવેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે ખાત મુહૂર્ત
- અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો લુક આપવામાં આવ્યો
અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી અમદાવાદ RTO છેલ્લા બે વર્ષથી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલી રહી છે પરંતુ જૂની આરટીઓ (Old RTO of Ahmedabad) ખૂબ જ જર્જરિત થતાં રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા બે વર્ષ પહેલા અમદાવાદ RTOને ખાલી કરીને તોડી પાડવાનો રિપોર્ટ કર્યો હતો. હવે અમદાવાદ RTOને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવી છે અને 19મી નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવી અમદાવાદ RTOનું (first look of Ahmedabad new RTO) ખાત મુહૂર્ત કરશે. અમદાવાદ RTO કેવી હશે, Etv Bharat પર જૂઓ તેના પ્રથમ દ્રશ્યો...
અમદાવાદની નવી RTOનો પ્રથમ લુક જૂઓ Etv Bharat પર... આ પણ વાંચો: સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે
42 કરોડના ખર્ચે તૈયાર થશે નવી RTO
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો જ અમદાવાદ RTOને લૂક આપવામાં આવ્યો છે. આમ અમદાવાદ એરપોર્ટ જેવી જ RTOની (Ahmedabad new RTO) કચેરી તૈયાર કરવામાં આવશે. કુલ 42 કરોડના ખર્ચે અમદાવાદ RTO (Ahmedabad new RTO) તૈયાર કરાશે તેવી પણ ચર્ચાઓ સચિવાલય અને અમદાવાદ RTOમાં થઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદ RTOમાં કુલ બે પ્રકારની રાખવામાં આવી છે. જેમાં એક એડમિનિસ્ટ્રેશન અને એક પબ્લિક ડીલિંગ રાખવામાં આવી છે. નવી RTOમાં પાંચ માળની બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવશે.
અમદાવાદની નવી RTOનો પ્રથમ લુક જૂઓ Etv Bharat પર... આ પણ વાંચો: વડોદરા દુષકર્મ મામલોઃ વડોદરાના વેકસીન કેમ્પસમાં દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટ
નવો RTO ટેસ્ટ ટ્રેક પણ વધારાશે
અમદાવાદ ખાતે નવી બની રહેલી RTOમાં (Ahmedabad new RTO) એક ટ્રેક વધારવા માટેની પણ ચર્ચાઓ થઈ રહી છે. તેની વાત કરવામાં આવે તો અમદાવાદ RTOમાં (Ahmedabad new RTO) નવા લાયસન્સ મેળવવા માટે ટ્રેકમાં એકથી દોઢ મહિનાનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, ત્યારે નવી RTO ઓફિસ સાથે એક નવો ટ્રેન્ડ પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે જૂના ટ્રેકને પણ કાર્યરત રાખવામાં આવશે. જેથી વેટિંગને કારણે અમદાવાદમાં લાયસન્સ મેળવવાની પ્રક્રિયા મહિનાથી ડોઢ મહિના સુધીની છે તેમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળશે.
અત્યાર સુધીમાં ભાડાની ઓફિસમાં હતી અમદાવાદ RTO
અમદાવાદ RTOમાંથી મળતી માહિતી પ્રમાણે 30 વર્ષ જૂની અમદાવાદની જૂની RTO (Old RTO of Ahmedabad) હતી. જે ખુબ જ જર્જરીત હાલતમાં પહોંચી હતી અને સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અહેવાલ પ્રમાણે RTOની બિલ્ડીંગ ખુબ જર્જરિત થતાં તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ RTOની બરોબર મુખ્ય માર્ગ ઉપર આવેલી એક ખાનગી બિલ્ડિંગમાં 10 થી 15 દુકાન ભાડે રાખીને ટેમ્પરરી RTO શરૂ કરવામાં આવી હતી. જેમાં દર મહિને રાજ્ય સરકાર 11 લાખ રૂપિયાનું ભાડું ચૂકવતાં હોવાનો આંકડો પણ સામે આવ્યો છે.
કાર્યક્રમમાં અમદાવાદ ધારાસભ્યો રહેશે હાજર
19 નવેમ્બર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ અમદાવાદ RTOનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે આમંત્રિતોને જો વાત કરવામાં આવે તો અમદાવાદના તમામ ધારાસભ્યો અને સંબંધિત અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે કે જ્યારે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ફક્ત 400 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ RTOનું પણ ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર (Chief Minister Bhupendra Patel) પટેલ કરશે.