ગુજરાત

gujarat

ETV Bharat / city

26 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ આયુથોનનું આયોજન - સ્પોર્ટસ ઇવેન્ટ

શિયાળામાં લોકો તંદુરસ્ત રહેવા વ્યાયામ કરતા હોય છે. જેમાં સામાન્ય રીતે ચાલવું અને દોડવું જેવી પ્રવૃતિઓ કરતા હોય છે. જાન્યુઆરી મહિનામાં ઠંડીના દિવસોમાં ગુજરાતમાં સામાન્ય રીતે દોડ અને સાઈકલિંગનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે આવું આયોજન થઈ શક્યું નથી.પરંતુ વર્ચ્યુઅલ મેરેથોન અને સાઈકલિંગનું આયોજન કરવામાં આવ્યું છે

26 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ આયુથોનનું આયોજન
26 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ આયુથોનનું આયોજન

By

Published : Jan 11, 2021, 7:10 PM IST

Updated : Jan 11, 2021, 8:43 PM IST

● ભારતમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ આયુથોનનું આયોજન

● મેરેથોન અને સાઇકલોથોનનો સમાવેશ

● આયુર્વેદને પ્રોત્સાહન

6,000 જેટલા લોકો આ આયુથોનમાં ભાગ લેશે

જેપી સ્પોર્ટ્સ ઈવેન્ટ દ્વારા જુદા જુદા પાર્ટનરના સહયોગથી ભારતમાં સૌપ્રથમ વર્ચ્યુઅલ મેરેથોન અને સાઈકલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટને 'આયુથોન' નામ અપાયું છે. જેનો ઈરાદો આયુર્વેદને પ્રોત્સાહન આપવાનો છે. સમગ્ર ભારતમાં લગભગ 6 હજાર જેટલા લોકો આ ઇવેન્ટમાં પાર્ટીસિપેટ કરશે.

6,000ર જેટલા લોકો આ આયુથોનમાં ભાગ લેશે

આયુથોનનું આ ત્રીજું એડિશન

આયુથોનનું આ ત્રીજું એડિશન છે. દર વર્ષે સામાન્ય રીતે મેરેથોનનું આયોજન રિવરફ્રન્ટ પર કરવામાં આવે છે. જેમાં લગભગ એક હજાર જેટલા દોડવીરો ભાગ લે છે. આ વખતે ત્રીજા એડિશનમાં કોરોનાને કારણે એક જગ્યાએ ફિઝિકલ આયોજનને બદલે વર્ચ્યુઅલ આયોજન કરાયું છે. જેનો ફાયદો એ થશે કે સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ લોકો આ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. ફક્ત નિશ્ચિત મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પોતાના શરૂઆતની જગ્યાનો સ્ક્રીનશોટ અને ત્યારબાદ અંતના સ્ક્રીનશોટ સાથે એપ પર અપલોડ કરવાનો રહેશે.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું ?

ઓલ ઇવેન્ટ્સ નામની વેબસાઈટ ઉપર ઇવેન્ટ્સમાં આયુથોનમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જુદી-જુદી બે કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન ચાર્જ પ્રમાણે પાર્ટીસિપેન્ટ્સને વસ્તુઓ પ્રોવાઇડ કરાશે. વિજેતાઓને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવશે, આ ઉપરાંત સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે કુરિયર દ્વારા તેમના ઘરે મોકલી આપવામાં આવશે.

કસરતના ફાયદા

ઉલ્લેખનીય છે કે, મેરેથોન 02 કિલોમીટરથી લઈને 42 કિલોમીટર અને સાઈકલોથોન 10 કિલોમીટરથી લઇને 151 કિલોમીટરની રેન્જમાં છે. કોઈ પણ ઉંમરની વ્યકતિ આ આયુથોનમાં ભાગ લઈ શકશે. સવારે 05 વાગ્યાથી લઇને રાત્રીના 11 વાગ્યા સુધીમાં પાર્ટીસિપેટ ગમે ત્યારે પોતાનું ટાસ્ક પૂર્ણ કરી શકશે. આવી કસરતથી સૌથી વધુ ફાયદો હૃદયને થાય છે. બોડીને શેપ મળે છે. ઓવરઓલ હેલ્થમાં સુધારો થાય છે. તણાવ અને ચિંતા દૂર થાય છે. સારી ઊંઘ આવે છે અને શ્વસન સંબધિત તકલીફોથી દૂર રહેવાય છે. કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

Last Updated : Jan 11, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details