- કોરોનાના કાળમાં પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો
- ભાજપ નેતા કરી રહ્યા છે કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન
- અમદાવાદ શહેરના પ્રથમ નાગરિકે ઉડાવ્યાં નિયમોના ધજાગરા
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ, બીજેપીના નેતાઓ દ્વારા જ તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ રહી ગયા હોવાનું દેખાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 અને મરણમાં પણ 50 લોકો સુધીની જ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે, અમદાવાદના મેયર દ્વારા 130 સફાઈ કર્મચારીઓના સન્માનનો પ્રોગ્રામ કરીને કોરોનાની ગાઇડલાઇનના જાહેરમાં લીરેલીરા ઉડાડ્યા હતા.
આ પણ વાંચો:મહેસાણામાં શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
દોષનો ટોપલો સામાન્ય નાગરિકો પર
આ ઘટનાને જોતા લાગે છે કે, ભાજપના નેતાઓ નિયમોના બેફામ ધજાગરા ઉડાડવામાં માની રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. જેનો સીધો દોષનો ટોપલો સામાન્ય નાગરિકોને પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ સહિત અમદાવાદ અને અન્ય શહેરોની તમામ હોસ્પિટલમાં બેડની સંખ્યા હાઉસફૂલ થઈ ગઈ છે.