દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં 'ફ્લાવર શો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના 'ફ્લાવર શો'ને 4 જાન્યુઆરીના રોજ મુખ્ય પ્રધાન રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. અગાઉના વર્ષોમાં 78 હજાર ચોરસ મીટરમાં 'ફ્લાવર શો' યોજવામાં આવતો હતો, જ્યારે ચાલુ વર્ષે 86,500 મીટરની વિશાળ જગ્યામાં યોજવામાં આવશે. આ ઉપરાંત આ વર્ષે 'ફ્લાવર શો'ના સમયગાળમાં પણ વધારો કરીને 19 જાન્યુઆરી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષોમાં 'ફ્લાવર શો' 9 અથવા 11 દિવસ ચાલતો હતો. જ્યારે આ વર્ષે 16 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ: 'ફ્લાવર શો'ના સ્થળે પહોંચવા મ્યુનિસિપલ કોર્પોરેશન વિનામૂલ્યે દોડાવશે ઈલેક્ટ્રીક બસ - ફ્લાવર શો
અમદાવાદ: મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 4 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતે 'ફ્લાવર શો'ને જનતા માટે ખુલ્લો મુકવાના છે. આની સાથે જ CM રૂપાણી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કરવાના છે.
ફ્લાવર શો
આ અંગે વધુ માહિતી આપવા માટે શહેરના મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે માહિતી આપી હતી કે, 'ફ્લાવર શો'માં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તથા વાહનોના પાર્કિંગ માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે.
શહેરીજનોને રિવરફ્રન્ટ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે શહેરમાં ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે. જે વિનામૂલ્યે લોકોને 'ફ્લાવર શો'ના સ્થળ સુધી પહોંચાડશે.