અમદાવાદ: કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની કોન્ફરન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને વ્યવસ્થાપનનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની કામગીરીનો ચિતાર રજૂ કરાયો - state level covid Hospital management
આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
વીડિયો કોન્ફરન્સમાં કોવિડ અને નોન કોવિડ આયસોલેશન વોર્ડ મેનેજમેન્ટ, ડોનિંગ અને ડોફિંગ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ, કંટ્રોલરૂમ, ઇન્ફેકશન કંટ્રોલ, લોન્ડ્રી મેનેજમેન્ટ,આઇ.ટી અને ડેટા મેનેજમેન્ટ, ડેથ બોડી ડિસ્પોઝલ મેનેજમેન્ટ, ઓક્સિજન તેમજ અન્ય ઉપલ્બધ સુવિધાઓ જેવા વિવિધ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સમયમાં કોરોનાના લગતી કામગીરી અને વ્યવસ્થાપનને લગતી વ્યૂહરચના ઘડવામાં આવી હતી. કોન્ફરન્સમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જે.પી.મોદી સહિત હોસ્પિટલના દરેક વિભાગના વડા, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.