Vegetables Pulses Price in Gujarat લીંબુના ભાવ કરી શકે છે ફરી ખાટા - Vegetables Pulses Price
ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. Vegetables Pulses Price in Gujarat, Vegetable Pulses Price on 19 August
Vegetables Pulses Price in Gujarat લીંબુના ભાવ કરી શકે છે ફરી ખાટા
By
Published : Aug 19, 2022, 8:03 AM IST
અમદાવાદ :રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 19 August) આવ્યો છે.
શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)
શાકભાજી
ભાવ
મરચા
300-1000
લીંબુ
700-800
બટેટા
120-350
ટમેટા
400-500
ભીંડો
100-600
રીંગણા
600-700
કોબીજ
400-600
ફલાવર
100-1020
દુધી
80-500
કાકડી
250-400
ગાજર
1000-1200
શાકભાજી સાથે કઠોળની સ્થિતી -રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં તો ધણા સમયથી લીંબુના ભાવ માંથુ કાઠી ગયા છે.
કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)
કઠોળ
ભાવ
ઘઉં ટુકડા
425-440
બાજરી
445-455
તૂવેર
1000-1100
અડદ
1150-1632
જીરૂ
4100-4411
વાલ દેશી
1180-2005
એંરડા
1470-1485
મગ
1118-1422
રાય
1212-1212
બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું : વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.Vegetables Today Market Price, Vegetables Pulses Price