ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાંથી વનિયર ઝડપાયુ

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલમાં સૌથી વધારે સાપ જોવા મળતા હોય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે બીજા અનેક પ્રાણીઓ પણ જોવા મળે છે. ત્યારે અમદાવામાં શહેરમાં વન્યજીવ વનિયર જેવું પ્રાણી દેખાતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

By

Published : Jul 16, 2020, 2:51 AM IST

વનિયર
વનિયર

અમદાવાદઃ શહેરમાં બુધવારે એક નવા પ્રકારનું પ્રાણી ઝડપાયું હતું. શહેરમાં આવેલી ગોપીનાથ મંદિર પાસેની પોળમાં જીવદયા સંસ્થા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સાવચેતીપુર્વક કોઈપણ જાતની ઈજા ન પહોંચે તે રીતે વન્ય જીવ વનિયરને પકડી જંગલ ખાતાને જાણ કરવામાં આવી હતી.

વન્ય જીવ વનિયર એકાએક અકસ્માતે શહેરના ગીચ વિસ્તારમા દેખા દેતા આ પ્રાણીને જોવા માટે લોકો ઉમટી પડયા હતા. જો કે, જીવદયા સંસ્થાને જાગૃત નાગરિકનો ઇમરજન્સી કોલ મળતા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના કાર્યકરોએ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે વનિયરને પકડી લીધું હતું. આ પ્રકારનું પ્રાણી પહેલી વાર શહેરમાં દેખાતા વન્ય પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details