અમદાવાદ: અમદાવાદના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આવેલા BRTSના બસ સ્ટેન્ડ બંધ જોવા મળી રહ્યાં છે અને કેટલાક ચાલુ છે પણ તેમાં પેસેન્જર નથી. મણિનગર, દાણીલીમડા, ચંડોળા, નારોલ, જમાલપુર સહિતના વિસ્તારોમાં પડતાં BRTSના બસ સ્ટેન્ડ હજી બંધ અવસ્થા છે. ત્યાં ઇસનપુરથી નારોલવાળા કેટલાક રૂટના બસ સ્ટેન્ડ ચાલુ કરી દેવાયા છે. જોકે મોટાભાગના લોકો બસ સેવાનો ઉપયોગ કરતા નજરે પડ્યાં નથી. એકાદ - બે લોકો જ બસમાં પ્રવાસ કરતા હોવાનો સામે આવ્યું છે.
અનલૉક-1.0 BRTS કેટલાંક રૂટ પર શરૂ પણ પ્રવાસીઓ મળ્યાં નહીં
અમદાવાદ શહેરમાં 1લી જૂનથી અનલૉક-1.0ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કેટલાક BRTS બસ સ્ટેન્ડ હજી પણ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યાં છે, અને જે ચાલુ છે તેમાં પણ ઓછાં લોકો પ્રવાસ કરતા જોવા મળી રહ્યાં છે. મોટાભાગની BRTS ખાલી જતી જોવા મળી રહી છે.
અનલૉક - 1.0 BRTSમાં કેટલાક રૂટ પર શરૂ પણ મુસાફરો મળ્યાં નહીં
અમદાવાદ શહેરને આંશિક રીતે શરૂ કરવામાં આવ્યું છે. જોકે હજી પણ સ્થિતિ રાબેતા મુજબ થઇ નથી. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ ધરાવનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં કોરોનાથી એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.