ગુજરાત

gujarat

અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

By

Published : Jul 6, 2020, 8:29 PM IST

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શકયતાઓ છે. જો કે છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી થઈ છે. જેને પગલે ખેડૂતોમાં હર્ષની લાગણી છે અને ખેડૂતોએ વાવેતરની શરૂઆત પણ કરી છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે.

અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ- અમદાવાદમાં છેલ્લાં પાંચ દિવસના ભારે ઉકળાટ પછી આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, અને આજે આખો દિવસ ધીમો ધીમો વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ રહ્યો હતો. જેથી જિલ્લાના ખેડૂતો ખૂબ ખુશ હતાં. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદના રીપોર્ટ છે. જામનગરમાં પણ ભારે વરસાદના સમાચાર છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહ્યાનો રિપોર્ટ છે.

અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં ધીમી ધારે વરસાદને કારણે એસજી હાઈવે વિસ્તારના રસ્તા પર કયાંય પાણી ભરાયાં ન હતા. પણ અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઑવરફ્લો થવાની તૈયારીઓમાં છે. એટલે કે બાર મહિના પાણી સચવાઈ રહે તેટલું પાણી આવી ગયું છે, જેથી ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર છે.

ABOUT THE AUTHOR

...view details