અમદાવાદઃ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોના વાઇરસના સકંજામાં નેતાઓની સાથે તેમના પરિવારજનો પણ આવી ચૂક્યા છે. કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાના માતાને કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી તેમને ગાંધીનગર ખાતે હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોના વાઇરસના સકંજામાં નેતાઓની સાથે તેમના પરિવારજનો પણ આવી ચૂક્યા છે. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાના માતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને ગાંધીનગર ખાતે હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય પ્રધાનના માતાને કોરોના થતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન દ્વારા પરષોત્તમ રૂપાલાની સાથે વાત કરી તેમના માતાની તબિયત અંગે ખબર અંતર પૂછ્યા હતા, તેમજ તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સાથો સાથ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ રૂપાલા સાથે ફોન દ્વારા વાત કરી તેમના માતાની તબિયત અંગે જાણકારી મેળવી હતી. તેમજ તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનિય છે કે, કોરોના વાઇરસનો કહેર દેશમાં હજુ યથાવત છે, સામાન્ય નાગરિક જ નહી પણ કોરોનાના ઝપેટમાં દેશના ઘણા નેતાઓ પણ આવી ચૂક્યા છે. તાજેતરમાં જ ગુજરાતના ત્રણ ધારાસભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.