ગુજરાત

gujarat

ETV Bharat / city

AMC દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

આંગણવાડીના બાળકો માટે કુલ 14 લાખથી વધુ ગણવેશ વિતરણ (Uniform distribution) અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (World Book of Record) લંડન તરફથી વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર મેળવવાનો કાર્યક્રમ આજે મંગળવારે યોજાયો હતો. રાજ્ય કક્ષાએથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) એ આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આંગણવાળીના બાળકોને ગણવેશ અને હાઈજેનિક કિટ વિતરણના આ કાર્યક્રમમાં રાજ્યવાર 34 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

AMC દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું
AMC દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

By

Published : Jun 29, 2021, 5:56 PM IST

  • 3 થી 6 વર્ષના બાળકોને હાઈજેનિક કિટ અને ગણવેશનું કરાયું વિતરણ
  • મ.ન.પા.ના કાર્યક્રમમાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા રહ્યા હજાર
  • બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ્ય

અમદાવાદ : આજે મંગળવારે રાજ્યભરમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે 14 લાખથી વધુ ગણવેશ વિતરણ (Uniform Distribution) કરવાનો લક્ષ્યાંક રાજ્ય સરકારે રાખ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 85 હજાર ગણવેશનું વિતરણ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) તરફથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદ મ.ન.પા. સહિત જુદા જુદા જિલ્લાઓમાં પણ કરવામાં આવ્યો હતો. બાળકોનો રચનાત્મક અને માનસિક વિકાસ થાય તે આ કાર્યક્રમનો હેતુ હતો.

AMC દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

આ પણ વાંચો -આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આપવામાં આવ્યા ગણવેશ

પ્રદીપસિંહ જાડેજાએ 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ અને હાઈજેનિક કિટ આપી

અમદાવાદ મ.ન.પા ખાતે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja) એ 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ અને હાઈજેનિક કિટ આપી હતી. મ.ન.પા. સંચાલિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકોને આ કિટ અને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાનની સાથે સાથે ધારાસભ્ય વલ્લભ કાકડિયા, ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર અને મ.ન.પા.ના પાંચેય હોદ્દેદારો પણ હજાર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details