- ST નિગમના કર્મચારીઓએ ચઢાવી સરકાર સામે બાંયો
- પડતર માંગણીઓ સાથે સરકારને આપ્યું અલ્ટીમેટમ
- 30 કલાકમાં માંગણીઓ નહીં સંતોષાય તો થશે વિરોધ
અમદાવાદ: રાજ્યમાં તહેવારો (Festive Season) શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મુસાફરી માટે સૌથી સરળ અને સલામતી ધરાવતા ST નિગમના કર્મચારીઓ (ST Department Employees)એ સરકારને પોતાની માંગણીઓ સાથે 30 કલાકનું અલ્ટીમેટમ (30 Hour Ultimatum) આપ્યું છે. તહેવારોની સીઝન દરમિયાન ST નિગમના કર્મચારીઓના વિરોધના સૂર જો વધશે તો મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
પડતર પ્રશ્નોને લઇને વિરોધ
ઉલ્લેખનીય છે કે દિવાળીને હવે ગણતરીના દીવસો બાકી છે. ત્યારે એક ગામથી બીજા ગામ અને પોતાના વતન કે પછી ફરવા જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ST બસ સેવા તહેવારોની સીઝનમાં વરદાનરૂપ સાબિત થાય છે અને મુસાફરોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં અત્યતંત મદદરૂપ સાબિત થતી હોય છે. ત્યારે હવે તહેવારોનો ધમધમાટ શરૂ થવા જઇ રહ્યો છે, તેવામાં સરકારી વાહન વ્યવસ્થા ધરાવતા ST નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.
સીક લિવ પર ઉતરવાની ચીમકી