- NEET 2021નું પરિણામ જાહેર
- દેશભરમાંથી 13,00,000 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
- અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું
અમદાવાદ: મેડિકલ- ડેન્ટલ (Medical and Dental), આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની NEET નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 12 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ- વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મંગળવારે સાંજે NTA દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. NTA દ્વારા રાત સુધીમાં વિદ્યાર્થીઓને માત્ર વ્યક્તિગત રીતે સ્કોરકાર્ડ જ Email કરવામા આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓને સ્કોરકાર્ડ પણ Email પર મળી શક્યા ન હતા. દેશભરમાંથી ટોપ 500માં ગુજરાતના 20થી વધુ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. આ વર્ષે પરિણામ (result) ઘણું ઊંચુ રહેતા કટ ઓફ નીચે જઈ શકે છે. એક- એક માર્ક પર હજારો વિદ્યાર્થીઓ છે અને ઘણા વિદ્યાર્થીઓને એક સરખા સ્કોર છે.
NEETની પરીક્ષામાં પાસ થવા માટે સ્માર્ટ વર્કની સાથે હાર્ડવર્ક પણ જરૂરી છે: વિદ્યાર્થી