ગુજરાત

gujarat

ગોધરાકાંડમાં નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર 2 શખ્સોએ હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ

By

Published : Jun 30, 2020, 10:25 PM IST

ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અમદાવાદનો નરોડા પાટિયા કાંડ ખૂબ જ ચર્ચિત રહ્યો હતો. ત્યારે આ કેસમાં નિર્દોષ છૂટેલાં 52 વર્ષનાં ઉમેશ સુરાભાઈ ભરવાડ પર બે શખ્સોએ હુમલો કર્યો છે. આ હુમલામાં તેઓને ગંભીર ઇજા પહોંચી છે. જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ahmedabad news
ગોધરાકાંડ

અમદાવાદઃ ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ ખૂબ જ ચર્ચિત રહ્યો હતો. આ ગોધરાકાંડમાં નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર કૃષ્ણનગર વિસ્તારમાં એક્ટિવા પર આવેલાં બે શખ્સોએ છરા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. મહાસુખનગરમાં પોતાનાં ઘરે મોડી રાત્રે આવીને કૃષ્ણનગર નોબેલ સ્કૂલ પાસે પોતાનું બાઇક પાર્ક કરીને જ્યારે ઉમેશ ભરવાડ ઉભો હતો તે જ સમયે અચાનક એક એક્ટિવા પર આવેલા બે શખ્સોએ તેમની પર ધારદાર છરા અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ હતી.

સમાચારના મહત્વના મુદ્દા

  • ગોધરાકાંડના નિર્દોષ આરોપી ઉમેશ પર હુમલો
  • 2 શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે ઉમેશને લગભગ 15 જેટલા ઘા માર્યા
  • આ સમગ્ર ઘટના CCTVમાં કેદ
  • પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે CCTVના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે કૃષ્ણનગર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધીને CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ગોધરાકાંડમાં નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર 2 શખ્સોએ હુમલો કર્યો

તમને જણાવી દઇએ કે, ઉમેશ ભરવાડ બોગસ આઈડીથી રહેતા કેટલાય બાંગ્લાદેશીઓની જાણ તેમજ તે અંગેની રજૂઆતો પણ સ્થાનિક પોલિસને કરતો હતો. જ્યારે હુમલાખોર બે આરોપીઓ આ ઘટનાને અંજામ આપે તે પહેલા રિક્ષા અને બાઈક પર રેકી કરીને ઘટના ઘટી ત્યાં સુધી તેને નજરે નિહાળીને જગ્યા છોડી હતી.

એક નજર ગોધરાકાંડની ઘટના પર...

  • 27 ફેબ્રુઆરી 2002ના રોજ બહુચર્ચિત ગોધરાકાંડ થયો હતો
  • આ કાંડમાં 62 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ થયો હતો
  • ગોધરા નજીક સાબરમતી ટ્રેનના S-6 કોચમાં શખ્સોએ આગ લગાવી હતી
  • આ ઘટના બાદ રાજ્યમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા
  • રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી
  • ગોધરાકાંડ રમખાણમાં આજીવન કેદ ભોગવતા 14 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા

નોંધનીય છે કે, ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002માં ગોધરા હત્યાકાંડ થયો હતો. જ્યારબાદ ચારે બાજુ કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ત્યારે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 28 ફેબ્રુઆરી, 2002નાં રોજ થઇ હતી. આ હુમલામાં 33 લોકો ઘાયલ થયા હતા.

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન હત્યાકાંડનાં એક દિવસ બાદ આ ઘટના ઘટી હતી. વિશ્વ હિન્દુ પરિષદે 28 ફેબ્રુઆરી, 2008નાં રોજ બંધનું એલાન આપ્યું હતું. જે દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં આક્રોશથી ભરેલી ભીડે અલ્પસંખ્યક સમુદાયનાં લોકો પર હુમલો કર્યો હતો. આ કેસ ઓગસ્ટ 2009માં શરૂ થયો હતો અને 62 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે, સુપ્રીમ કોર્ટે નરોડા પાટિયા કાંડનાં કેસમાં દોષિત ચાર લોકોને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા જામીન અંતર્ગત ચાર લોકોમાંથી ઉમેશ ભરવાડ, પ્રકાશ રાઠોડ, હર્ષદ અને રાજકુમાર હતાં. જેમાં ઉમેશ ભરવાડ પણ સામેલ હતો.

ABOUT THE AUTHOR

...view details