જેમકે શહેરના ટ્રાફિક વાહન પાર્કિંગ હેલ્મેટનો કાયદો, ચાલુ વાહને મોબાઈલ ન વાપરવાનો કાયદો જેવા અનેક નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે અને જો ક્યાંય ચૂક થાય તો પોલીસ તંત્ર દ્વારા દંડ પણ વસુલ કરવામાં પણ આવે છે. ત્યારે શહેરમાં ચાલતા ઓવરલોડ ટ્રકો, મીની ટ્રક જેવા વાહનો ટ્રાફિક પોલીસ તંત્રને દેખાતા નથી, અથવા તો દેખાય છે છતાં આંખ આડા કાન કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં બેફામ ચાલતા ઓવરલોડ વાહનો, ક્યારે જાગશે તંત્ર? - AHD
અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનરના આદેશથી કાયદો અને વ્યવસ્થા જાળવણી માટે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સુંદર પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં મહદઅંશે પોલીસ તંત્ર સફળ પણ રહ્યું છે.
સ્પોટ ફોટો
ત્યારે પ્રજામાં એક પ્રશ્ન છે કે આ બધા ઓવરલોડ ટ્રકો વાહનો બંધ ક્યારે થશે? કે પછી આની સામે શા માટે અમલ કાયદો નથી થઈ રહ્યો તેનું કારણ શું હોઈ શકે? આવા અનેક પ્રશ્નો જો પોલીસ દ્વારા નહી ઉકેલાય તો અત્યારે વાહવાઈ મેળવી રહેલુ પોલીસ તંત્ર પ્રજાનો વિશ્વાસ પણ ગુમાવી શકે છે