ગુજરાત

gujarat

ETV Bharat / city

KKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી - AHMEDABAD NEWS

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકના આંકડામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાનો કહેર હવે IPL પર પણ પડી ગયો છે. સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદમાં રમાનારી મેચને આજે સોમવારે રદ કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે કોલકત્તાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે.

KKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી
KKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી

By

Published : May 3, 2021, 7:58 PM IST

  • કોરોના વાઇરસનો કહેર યથાવત
  • KKRની ટીમના બે ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત
  • KKR અને RCB વચ્ચો આજે IPLની મેચ રમાવાની હતી
  • કોરોનાનો કહેર 14મી IPL સિઝન પર હાવી

અમદાવાદઃ દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના કારણે અનેક લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ત્યારે IPLની 14મી સિઝનની 30મી મેચ સોમવારે એટલે કે આજે અમદાવાદમાં રમાવાની હતી. KKRની ટીમના બે ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાંઆજની સોમવારે રમાનારી IPLની મેચ મોકૂફ રાખવામાં આવી છે.

KKR અને RCB વચ્ચો આજે IPLની મેચ રમાવાની હતી

આ પણ વાંચોઃ આજે રમાનારી IPLની મેચને લાગ્યું કોરોનાનું ગ્રહણ, મેચ કરાઈ રદ્દ

મુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થવાનો હતો

અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPLની મેચ રમાવાની હતી. આ મુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થવાનો હતો. કોરોના સંક્રમણના કાળમાં BCCIએ મજબૂત બાયો બબલનો હવાલો આપ્યો હતો, જે બાદ અત્યાર સુધી 29 મેચ સફળતાપૂર્વક રમાડવામાં આવી હતી અને મુંબઈના તબક્કાની તમામ મેચ પૂરી થઈ ગઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિઝનની 30મી મેચને રદ કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર કોલકત્તા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી અને સંદિપ વોરીયરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કોલકત્તાના બન્ને ખેલાડીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પેટ કમિન્સ સહિતના ખેલાડીઓએ પોતાને આઇસોલેટ કરી દીધા છે.

KKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી

આ પણ વાંચોઃIPL 2021: મોટેરામાં સ્ટાર-સ્ટડેડ RCBનો દબદબો KKR સાથે

ભારતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ

ભારતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. રોજના ત્રણ લાખથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. રોજના મૃત્યુના આંકડામાં પણ ત્રણ હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે IPLમાં 4 જીત સાથે એક સમયે ટોપ પર રહેલી વિરાટ કોહલીની આગેવાની ધરાવતી RCBની ટીમે ત્રણ મેચમાં બે હાર બાદ ત્રીજા સ્થાને આવી ગઈ છે. કોલકાતાની ટીમ 7 મેચમાંથી બે મેચ જીતી શકી છે અને તે પોઇન્ટ ટેબલમાં સાતમાં સ્થાને રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details