8 વિધાનસભાની પેટાચૂંટણીઓ આપવી કે નહીં, કયારે આપવી, તેની સત્તા ચૂંટણીપંચને : ભરત પંડ્યા - ચૂંટણીપંચ
એકબાજુ વિધાનસભામાં રાજીનામું આપ્યાં પછી 6 મહીનામાં ચૂંટણી આપવી પડે તેવી લોકશાહી પ્રક્રિયા છે અને બીજી બાજુ કોરોનાની પરિસ્થિતિ છે.ચૂંટણીપંચે કોરોનાની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જ પડશે. હવે તો હાઈકોર્ટમાં મેટર આવી છે ત્યારે તેનાં ડાયરેક્શન કે ડીસીઝનને પણ ધ્યાનમાં લેવું પડશે.
8 વિધાનસભાની પેટાચૂંટણીઓ આપવી કે નહીં, કયારે આપવી, તેની સત્તા ચૂંટણીપંચને : ભરત પંડ્યા
અમદાવાદ: ભાજપ પ્રવક્તાએ જણાાવ્યું હતું કે,ચૂંટણીપંચ ગમે ત્યારે ચૂંટણી આપે ભાજપ હમેશાં સજ્જ છે, તૈયાર છે. કારણ કે ભાજપનો કાર્યકર્તા"સેવા હી સંગઠન”નાં મંત્ર સાથે લોકોની વચ્ચે સતત સેવા કરતો આવ્યો છે.ભાજપ પાસે કાર્યકર્તાબળ છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના, નિર્ણયો, પગલાં એટલે કે પ્રજાલક્ષી વિકાસબળ છે. ભાજપ કાર્યકર્તાબળ, વિકાસબળ અને સેવાબળ સાથે જનતાની વચ્ચે રહે છે.