અમદાવાદ- ગુજરાત રમખાણ 2002 (Gujarat riots 2002 )- ગોધરા રમખાણ કેસ (Godhra Riot Case ) સંદર્ભે તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમાર અંગે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે સેશન્સ કોર્ટમાં આજે વધુ સુનાવણી (Tista setalvad case in Sessions Court )હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એક વધુ ખુલાસો કરવામાં આવ્યો છે કે ગુજરાત વિરોધી ષડયંત્રમાં ઝાકિયા જાફરીનો (zakia jafri case ) ઉપયોગ કરવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન સરકાર દ્વારા શું જણાવાયું -સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન સહિત અન્ય નેતાઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરવા માટે તીસ્તા સેતલવાડ, સંજીવ કુમાર અને આર બી શ્રીકુમારે શ્રીકુમારે ઝાકિયા જાફરીનો (zakia jafri case )ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે સરકાર વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવા માટે થઈને તીસ્તા (Tista setalvad case in Sessions Court )સહિત અન્ય બે આરોપીઓએ ઝાકિયા જાફરીને કહ્યું હતું. જે વાતને લઇને ઝાકિયા ઝાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન સહિત અન્ય રાજકીય નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં તે સમયની સરકારે રમખાણો રોકવા માટે આર્મીને આવતી અટકાવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને કોર્ટ લાવવામાં આવ્યા, ક્રાઈમબ્રાન્ચ 14 દિવસના માંગશે રિમાન્ડ