- યુવાનને કોરોના થતા થયો હતો હોમકવોરોન્ટાઇન
- 85 હજારની લાલચમાં આવી મૂકી દીધી મેડીકલેઈમની ફાઇલ
- ડોકટરના લેટરપેડ, સિક્કા અને ખોટી સહી કરી આચર્યું કૌભાંડ
અમદાવાદ: સેટેલાઇટની શિવમ હૉસ્પિટલના ડોકટર 2008થી પ્રેક્ટિસ કરે છે અને બાજુમાં આવેલા લેડીઝ ટેલરની દુકાનમાં કામ કરતા શિવા પરમાર સાથે પાડોશીના સંબંધ બંધાયા હતા. શિવાને કોરોના થતા તે આ ડોકટર પાસે ગયો અને દવા લીધી અને બાદમાં તેને ઘરે રહેવા સલાહ આપી ડોક્ટરે અને શિવા નામનો વ્યક્તિ ઘરે સારવાર લેતો હતો. જયારે સાજો થઈને પરત પણ આવ્યો જોકે બાદમાં ICICI બેંકનો કર્મી ડોકટરના ત્યાં મેડીકલેમની ફાઈલ ઇન્કવાયરી કરવા આવતા આ ભાંડો ફૂટ્યો હતો.