ગુજરાત

gujarat

ETV Bharat / city

મોડાસા અપમૃત્યુ કેસની પીડિતાએ આત્મહત્યા કરી છે, દુષ્કર્મ થયું નથી: SIT - અમદાવાદ સીઆઈડી ક્રાઈમ

2 માસ અગાઉ મોડાસાથી ગુમ થયેલી યુવતીનો ઝાડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 4 શખ્સો વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો આરોપ હતો. આ મામલે SIT તપાસ કરવામાં આવી હતી. SITની તપાસમાં મૃતક યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત યુવતી સાથે દુષ્કર્મ કે અપહરણ થયું નથી તે પણ સ્પષ્ટ થયું છે.

મોડાસા અપમૃત્યુ કેસની પીડિત સાથે દુષ્કર્મ થયું નથી, તેણે જ આપઘાત કર્યોઃ SIT
મોડાસા અપમૃત્યુ કેસની પીડિત સાથે દુષ્કર્મ થયું નથી, તેણે જ આપઘાત કર્યોઃ SIT

By

Published : Mar 12, 2020, 7:46 PM IST

અમદાવાદઃ 2 માસ અગાઉ મોડાસાથી ગુમ થયેલી યુવતીનો ઝાડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 4 શખ્સો વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો આરોપ હતો. આ મામલે SIT તપાસ કરવામાં આવી હતી. SITની તપાસમાં મૃતક યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત યુવતી સાથે દુષ્કર્મ કે અપહરણ થયું નથી તે પણ સ્પષ્ટ થયું છે.

મોડાસા અપમૃત્યુ કેસની પીડિત સાથે દુષ્કર્મ થયું નથી, તેણે જ આપઘાત કર્યોઃ SIT

19 વર્ષીય યુવતીની 5 જાન્યુઆરીએ અરવલ્લીના સાયરાથી વડના ઝાડ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પરિવારના આક્ષેપો સાથે બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતીષ ભરવાડ અને જીગર પરમાર નામના શખ્સો વિરુદ્ધ અપહરણ, હત્યા, દુષ્કર્મ સહિતના ગુનાઓ નોંધ્યા હતાં. આ ગુનાની તપાસ SIT બનાવીને સીઆઇડી ક્રાઈમને સોંપાઈ હતી. SIT દ્વારા આરોપીની પૂછપરછ અને યુવતીના પરિવારજનોની તથા અન્ય સાહેદોની પૂછપરછ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવતીનો સૌ પ્રથમ દર્શન ભરવાડ સાથે 2019માં સંપર્ક થયો હતો. ત્યારબાદ દર્શન ભરવાડે યુવતી અને તેની બહેન સાથે બિમલ ભરવાડનો સંપર્ક કરાવ્યો હતો. બિમલ ભરવાડ પરિણીત હોવા છતાં બંને બહેનો સાથે મૈત્રીસંબંધ રાખ્યો હતો. બિમલ ભરવાડ યુવતીને ઘેેર અને ગેસ્ટહાઉસમાં પણ લઈ ગયો હતો. જે અંગે યુવતીની બહેનને જાણ થતાં બિમલ સાથે વિવાદ થયો હતો ને બાદ હવે સંબંધ નહીં રાખે તેવું આશ્વાસન આપી બંને બહેનો સાથે અલગઅલગ મોબાઈલ નંબરોથી સંપર્કમાં રહી સંબંધ રાખ્યો હતો.

સમય જતાં યુવતીએ બિમલ ભરવાડ પર હક્ક કરવાનું શરૂ કર્યું હતું. યુવતી બિમલ વાત ન માને તો આપઘાત કરવાની પણ ધમકી આપતી હતી. યુવતીના બહેનના જણાવ્યા મુજબ યુબતીના સતીષ ભરવાડ નામના વ્યક્તિ સાથે સબંધ હતાં અને તે તેની સાથે જીવન જીવવા માગતી હતી, પરંતુ સતીષ ભરવાડ બીજું કોઈ નહીં બિમલ ભરવાડ જ હતો. યુવતીએ તેની બહેનને જણાવેલ હતું કે, બિમલ ભરવાડે ઘણી છોકરીઓ સાથે સબંધ રાખી છોડી દીધી છે અને તેની સાથે એવું કરશે તો તેને સીધો દોર કરી દેશે.

યુવતીની ધમકીથી બિમલ ડરી ગયો હતો અને પિતાના કૌટુંબિક ભાઈ આકાશ ભરવાડ સાથે ચર્ચા કરી નક્કી કર્યું હતું કે, યુવતીને જો કોઈ અન્ય સાથે મૈત્રી કરવી દેશે તો નિવારણ આવી જશે. આ માટે આકાશે તેના તથા બિમલના એક કૌટુંબિક ભાઈ વિપુલ ભરવાડને યુવતી સાથે મૈત્રી કરાવવા તૈયાર કર્યો હતો. જેની વિપુલને જાણ નહોતી. પ્લાન મુજબ આકાશ તથા તેની મહિલા મિત્ર અનવ પીડિતાને મોડાસામાં વિપુલને 30.12.2019ના રોજ મળ્યાં હતાં. તમામ લોકો સાથે ભાગ્યોદય હોટલમાં જમવા ગયાં હતાં અને રાત્રિરોકાણ પણ એશિયન ગ્રીન જી.આઈ.ડી.સી. મોડાસામાં કર્યું હતું..

આરોપી બિમલે આ રાત્રિરોકાણને લઈને યુવતી સાથે ખોટો વિવાદ ઉભો કર્યો હતો. યુવતી હવે બિમલને ધમકી ન આપે તે માટે આ પ્લાન ઘડીને વિવાદ કર્યો હતો. આ બાબતે પીડિતાને ખરેખર લાગ્યું હતું કે બિમલ હવે તરછોડી દેશે તે ડરથી અલગઅલગ નંબરથી કોલ કર્યા હતાં. જેમાં બંને વચ્ચે વિવાદ થયો હતો અને બિમલ યુવતીને ગાળાગાળી કરતો હતો.

બિમલ ભરવાડના આ પ્લાનથી અત્યંત દુઃખી થયેલ યુવતીએ નક્કી કર્યું હતું કે તે બધાને બિમલ અને તેના સબંધ વિશે જાણ કરી દેશે. 1 જાન્યુઆરીએ યુવતીએ ધમકી આપી બિમલને સાયરા લેવા આવવા બોલાવ્યો હતો. બિમલ પોતાની i-20ગાડીમાં પીડિતાને સાયરા લેવા પણ ગયો હતો. સાયરાથી મોડાસા આવતાં બંને વચ્ચે 1 કલાક જેટલો વિવાદ પણ ચાલ્યો હતો. યુવતીએ બિમલની ગાડીમાંથી ન ઉતરવા માટે પણ જીદ કરી હતી. બિમલે યુવતીની બહેનને જણાવેલ અને યુવતીના ફોનમાંથી તેની પત્નીનો નંબર ડીલીટ કરવા કહ્યું હતું, જેથી યુવતીની બહેન પણ ત્યાં પહોંચી હતી. યુવતીનો મોબાઈલ લઈ નંબર શોધવા પ્રયત્ન કર્યો હતો પરંતુ નંબર ન મળતાં ફોન અને સિમ કાર્ડ તોડી નાખ્યું હતું. આ દરમિયાન તક જોઈ બિમલ ત્યાંથી ભાગી ગયો હતો..

હતાશ થઈને યુવતી રિક્ષામાં સાયરા જવા નીકળી હતી અને ત્યારથી ગુમ હતી. 1 જાન્યુઆરીથી પીડિત ગુમ હતી. જેની 5 જાન્યુઆરીએ સાયરા ગામની સીમમાં ઝાડ પર લટકતી લાશ મળી હતી. જે બાદ આરોપો લગાવવામાં આવ્યાં હતાં અને ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પરંતુ SIT દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં FSL,પીએમ રિપોર્ટ અને રી-ક્રનસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોની પણ સલાહ લેવામાં આવી હતી. 164 મુજબ 7 સાહેદોના નિવેદન લેવામાં આવ્યાં હતાં.આમ તમામ પ્રકારે તપાસ કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટ થયું છે કે મરનાર યુવતી સાથે દુષ્કર્મ ,અપહરણ કે હત્યા થઈ નથી. યુવતીએ જાતે જ આપઘાત કર્યો છે.

SIT દ્વારા તપાસ દરમિયાન જે હકીકતો સામે આવી તેમાં હજુ ઘણી બાબતો અંગે બિમલે મૌન રાખ્યું છે તો તે અંગે શંકા જતા કોર્ટમાં બિમલનું લાઈવ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવે તે માટે અરજી કરવામાં આવી છે. ઉપરાંત બિમલ વિરુદ્ધ કલમ 306,504 અને 201 મુજબ ગુનો નોંધવામાં આવે અને તે અગે પણ કાર્યવાહી કરવામાં આવશે.


ABOUT THE AUTHOR

...view details