અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા નિવૃત્ત જજનું કોરોના વાઇરસની બીમારીને કારણે મોત થયું હતું. ત્યારે રાજદીપના સર્વન્ટ જયંતી વણઝારાએ નિવૃત્ત જજના મોબાઈલની ચોરી કરી હતી. જે મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે.
કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનારાં જજના મોબાઈલની ચોરી કરનાર ઝડપાયો - અમદાવાદ સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ-19 હોસ્પિટલ સહિત અનેક વોર્ડમાં કોરોનાના પોઝિટિવ કેસના દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે. જે પૈકી કેટલાંક દર્દીઓના મૃત્યુ થયાં બાદ તેમના સામાનની ચોરી થઇ હતી. જે મામલે પોલીસે કેટલાક ચોરીના આરોપીની ધરપકડ કરી છે. ત્યારે દર્દીના મોબાઈલ ચોરી કરનાર આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.
કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનારા જજના મોબાઈલની ચોરી કરનાર ઝડપાયો
સિવિલ હોસ્પિટલમાં રાજદીપનો કોન્ટ્રેક્ટ ચાલી રહ્યો છે. જ્યારે પકડાયેલા આરોપી દોઢ મહિનાથી રાજદીપમાં નોકરી કરતો હતો. આરોપીને નોકરી રાખતાં પહેલાં તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હશે કે કેમ તે અંગે શંકા ઊભી થઈ રહી છે.