- ડેટા એન્ટ્રી (data entry)નું કામ કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી અનોખી ટોળકી
- ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપી પોતાના ષડયંત્રમાં લોકોને ફસાવતા
- 25થી પણ વધુ નાગરિકોને ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને છેતરપિંડી
અમદાવાદ: પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીઓ મૂળ સુરત વિસ્તારના રહેવાસી છે. અને આ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ડેટા એન્ટ્રી (data entry) કામ આપવાના બહાને કેવી રીતે છેતરપિંડી કરતા તેજાણી આપ ચોંકી જશો. સૌપ્રથમ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપી ડેટા એન્ટ્રીનું કામ આપવાનું કહીને પોતાના ષડયંત્રમાં લોકોને ફસાવતા હતા.
ગુનાનો ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી
આરોપીઓની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સુરતમાં બેઠા બેઠા આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવાતું હતું. અને 25થી પણ વધુ નાગરિકોને ડેટા એન્ટ્રી (data entry)નું કામ આપવાના બહાને છેતરપિંડીના તેમની ભોગ બનાવ્યા છે. જોકે, હજુ પણ વધુ ગુનાનો ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ ડેટા એન્ટ્રીનું કામ કરી આપતા બાદમાં તેમના કામમાં કોન્ટ્રાક્ટ ભંગ થયો હોવાનું બહાનું કરી તેમને રૂપિયા ચૂકવવાને બદલે પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપતા હતા.