- કોર્પોરેશનનના શિક્ષકોએ બગીચામાં ભણાવાનું શરૂ કર્યું
- મોબાઈલ ફોન, લેપટોપ અને રિચાર્જ કરાવવાના પૈસા નથી તેવા વિદ્યાર્થીઓને ભણાવાય છે
- વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ શિક્ષણ શરૂ કર્યું
અમદાવાદ:કોર્પોરેશન સ્કૂલમાં મોટા ભાગે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન ભણવા મટે મોબાઈલ ફોન લેપટોપ કે અન્ય ઉપકરણો હોતા નથી અને મોબાઈલ ફોન હોય તો તેમાં ઈન્ટરનેટ માટે રિચાર્જ પણ હોતું નથી જેથી આવા વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શેરી શિક્ષણ શરૂ કરવા આવ્યું હતું.
બગીચામાં ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો ભણાવતા હતા. જે બાદ હવે વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ આપી શકાય તે માટે બાગ બગીચામાં ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Online Education in Corona pandamic: જાણો..ઓનલાઇન શિક્ષણ અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓના અભિપ્રાય
એક વર્ગના 12થી 15 વિદ્યાર્થીઓને જ એક સમયે બોલાવવામાં આવે