- રાજ્યમાં કોરોના સામે લડવા વધુ એક કોરોના વેક્સિન (Corona Vaccine)નું આગમન
- અમદાવાદમાં આજથી કોરોનાની વેક્સિન સ્પૂતનિક વી (Corona vaccine Sputnik V) આપવાની શરૂઆત કરાઈ
- એસ. જી. હાઈવે (SG Highway) પર આવેલા શેલ્બી હોસ્પિટલ (Shelby Hospital)માં આજથી સ્પૂતનિક વી વેક્સિન (Sputnik V vaccine) આપવાની શરૂઆત
- હવે શહેરના લોકોને કોવેક્સિન (Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) પછી હવે રશિયાની સ્પુતનિક વી વેક્સિન (Sputnik V vaccine) પણ મળશે
અમદાવાદઃ શહેરમાં એસ. જી. હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલમાં આજથી રશિયાની સ્પુતનિક વી વેક્સિન (Sputnik V vaccine)ની આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોવેક્સિન (Covaxin) અને કોવીશીલ્ડ (Covishield) બાદ અમદાવાદમાં રશિયાની સ્પૂતનિક વી વેક્સિન (Sputnik V vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ વેક્સિન ગુજરાતમાં સૌપ્રથમ સુરતમાં આવી હતી ત્યારબાદ આજથી હવે અમદાવાદની શેલ્બી હોસ્પિટલ (Shelby Hospital)માં આપવાની શરૂઆત કરવામાં આવી છે.
એસ. જી. હાઈવે (SG Highway) પર આવેલા શેલ્બી હોસ્પિટલ (Shelby Hospital)માં આજથી સ્પૂતનિક વી વેક્સિન (Sputnik V vaccine) આપવાની શરૂઆત આ પણ વાંચોઃદેશમાં કોરોનાની વેક્સિન સ્પૂતનિક વી 995 રૂપિયામાં મળશે
સ્પુતનિક વી વેક્સિન (Sputnik V vaccine) માટે વ્યક્તિએ 1,145 રૂપિયા એક ડોઝ માટે ચૂકવવા પડશે
દેશ અને રાજ્યમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર (The first and second wave of the corona)થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોવિડ સંક્રમણથી બચવા માટે થઈ કોવેક્સિન (Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) વેક્સિનેશન (Vaccination) કરવામાં આવી રહ્યું છે. જો.કે કોવેક્સિન (Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) બાદ હવે અમદાવાદ શહેરમાં રશિયા સ્પુતનિક વી વેક્સીન (Sputnik V vaccine) આપવાની શરૂ કરવામાં આવી છે. સ્પુતનિક વી વેક્સિન (Sputnik V vaccine) માટે વ્યક્તિએ 1,145 રૂપિયા એક ડોઝ માટે ચૂકવવા પડશે.
આ પણ વાંચોઃસ્પુટનિક Vનું ભારતમાં થશે નિર્માણ, સીરમ ઇન્સ્ટિટ્યૂટને મળી મંજૂરી
કોવિન એપ (Cowin App) પર સ્પુતનિક વેક્સિન (Sputnik V vaccine) માટે રજિસ્ટ્રેશન (Registration) કરાવી શકશે
સ્પુતનિક વી વેક્સિન (Sputnik V vaccine) લેવા માટે થઈ અમદાવાદના શહેરીજનોએ કોવિડ એપ્લિકેશન (Covid Application) પર જઈ રજિસ્ટ્રેશન (Registration) કરાવવું પડશે, જેના આધારે સમય અને સ્લોટ બુક કરાવવો ફરજિયાત રહેશે. તો બીજી તરફ સ્થળ પર પણ વેક્સિન માટે રજિસ્ટ્રેશન થશે કરવું પડશે. અત્યારે અમદાવાદ શહેરમાં સ્પુતનિક વી વેક્સિન (Sputnik V vaccine)ની પ્રથમ વેક્સિન માટે 6,000 ડોઝ શહેરમાં આવ્યા છે. આ સ્પુતનિક વી વેક્સિન (Sputnik V vaccine)ને માઈનસ 20 ડિગ્રીમાં સ્ટોરેજ કરવામાં આવે છે. દર્દીને આપ્યા પહેલા તેને 2થી 3 મિનિટ નોર્મલ ટેમ્પરેચરમાં લાવવામાં આવે છે. હાલ રસીના એક વાયલમાં પાંચ ડોઝ એપ્લિકેબલ કરી શકાય છે.