ગુજરાત

gujarat

ETV Bharat / city

સામાજિક કાર્યકર્તાએ તડીપારની નોટિસ હાઈકોર્ટમાં પડકારી - ગુજરાત હાઈકોર્ટ

CAA - NRC સામે રખિયાલમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરનાર અમદાવાદના સામાજિક કાર્યકર્તા કલીમ સિદ્દીકીને અમદાવાદ પોલીસ એ ડિવિઝન દ્વારા તડીપારની નોટિસ ફટકારતાં તેને રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.

સામાજિક કાર્યકર્તાએ તડીપારની નોટિસ હાઈકોર્ટમાં પડકારી
સામાજિક કાર્યકર્તાએ તડીપારની નોટિસ હાઈકોર્ટમાં પડકારી

By

Published : Aug 10, 2020, 6:28 PM IST

અમદાવાદઃ અરજદાર કલીમ સિદ્દીકી તરફથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમની સામે અત્યાર સુધીમાં માત્ર બે FIR દાખલ કરવામાં આવી છે જે પૈકી રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR થોડાક વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે, વળી CAA-NRCના શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન રામોલ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સામાજિક કાર્યકર્તાએ તડીપારની નોટિસ હાઈકોર્ટમાં પડકારી
અમદાવાદ પોલીસ એ ડિવિઝન દ્વારા સામાજિક કાર્યકર્તા કલીમ સિદ્દીકીને પાઠવવામાં આવેલી તડીપારની નોટીસમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને બે વર્ષ સુધી અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિત ચાર જિલ્લાઓમાંથી તડીપાર શા માટે ન કરવામાં આવે એ અંગે ખુલાસો માગ્યો હતો. કલીમ સિદ્દીકીએ નોટિસના જવાબમાં તમામ આક્ષેપોને ફગાવી દીધાં છે.
સામાજિક કાર્યકર્તાએ તડીપારની નોટિસ હાઈકોર્ટમાં પડકારી
નોંધનીય છે કે ગત ડિસેમ્બર મહિનામાં CAA - NRC બિલના વિરોધમાં તેમણે રખીયલમાં શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી. આ FIR બાદ તેમને તડીપારની શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details