- 1મેથી રાજયમાં વેક્સિન કાર્યક્રમનો થઇ રહ્યો છે પ્રારંભ
- સિરમ ઇન્સ્ટીટયુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા
- અમદાવાદને 80 હજાર વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
અમદાવાદઃ રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા વેક્સિન પર સતત ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે 1લી મેના રોજ દેશ સહિત રાજયમાં 18 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેને લઇને રાજય સરકાર દ્વારા 2.5 કરોડ વેક્સિનના ડોઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા આ પણ વાંચોઃવડોદરામાં કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટ્રલ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ
વેક્સિનના ડોઝ પુણેથી અમદાવાદ ખાતે 30 એપ્રિલની મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા
રાજય સરકાર દ્વારા આપવામાં આવેલા ઓર્ડરમાંથી પુણેની સિરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા 3 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જે પુણેથી અમદાવાદ ખાતે 30 એપ્રિલની મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા. ત્યારે મોડી સાંજે જ વેક્સિનને ગાંધીનગર ખાતે લઇ જવામાં આવી હતી અને ત્યાર બાદ અમદાવાદ શહેરને 80 હજાર ડોઝ જ ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ2 મહિનાથી વધુ સમયમાં 2.5 લાખ વેક્સિનના ડોઝ અમદાવાદીઓને 229 કેન્દ્રો પરથી અપાયા
કેન્દ્ર સરકાર દ્વારા અભિયાનને લઇને એક પણ વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા નથી
સરકાર દ્વારા 1 મેથી દેશ સહિત રાજયમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવાની છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અભિયાનને લઇને એક પણ વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા નથી. રાજય સરકાર દ્વારા જે વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાંથી સિરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા છે.