- અમદાવાદમાં તમામ વેક્સિનેશન સેન્ટર કાર્યરત
- શહેરમાં મંગળથી બુધવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો સ્ટોક
- આગામી સમયમાં વધુ વેક્સિન મળશે
અમદાવાદઃ શહેરમાં વેક્સિનેશન ( Vaccination ) સેન્ટર ઉપર વેક્સિન( Vaccine )ની અછતને લઈ આજે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી( Standing Committee )ના ચેરમેન હિતેશ બારોટે મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હાલ આગામી મંગળવારથી બુધવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમજ જણાવ્યું કે, આગામી સમયમાં આપણને વધુ રસી મળે તેવી શક્યતાઓ પણ છે. ગુરૂવારે શહેરના 400 વેક્સિનેશન સેન્ટરમાંથી તમામ વેક્સીનેશન સેન્ટર કાર્યરત હતા.
આ પણ વાંચોઃ ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન