- અમદાવાદના મેમનગરમાં આવેલા એક માર્ગનું નામાભિધાન
- નાયબ મુખ્યપ્રધાનના હસ્તે તખ્તીનું અનાવરણ કરાયું
- પાર્શ્વનાથ બિલ્ડર્સે સ્વ-ખર્ચે રોડ ડેવલપમેન્ટ કરવાનું આપ્યું વચન
અમદાવાદઃ શહેરમાં સોલા ઓવરબ્રિજ પાસે સૌરાષ્ટ્ર કેળવણી મંડળ સામેના માર્ગને 'નવનીત પટેલ' માર્ગ નામ આપવામાં આવ્યું છે, જે એસ. જી. હાઈવે (S.G. Highway) સુધી ફેલાયેલો છે. આ માર્ગના ઉદ્ઘાટનમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસુલ પ્રધાન કૌશિક પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો-72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન
જાણો, કોણ છે નવનીત પટેલ?
નવનીત પટેલ પાર્શ્વનાથ બિલ્ડર્સના સ્વર્ગસ્થ માલિક છે, જેમણે અમદાવાદમાં એક લાખ કરતા વધુ ઘર બનાવ્યા છે. આ ઉપરાંત સદ્કાર્ય સેવા સંઘ જેવી અનેક સામાજિક સંસ્થાઓ ઉભી કરી છે. તેમના કાર્યોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા આ રોડનું નવું નામાભિધાન કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યપ્રધાનના હસ્તે તખ્તીનું અનાવરણ કરાયું આ પણ વાંચોઃસ્કૂલ ઓફ કોમર્સમાં કૌટીલ્ય મ્યુઝિયમ ઓફ એકાઉન્ટન્સીનું શિક્ષણપ્રધાને કર્યું ઉદ્ઘાટન
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ક્યાંક મજાક કરી તો ક્યાંક સત્ય સ્વીકાર્યું
અહીં ઉપસ્થિત પ્રસંગે કહેતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવનીત પટેલની ટેગ લાઈન હતી કે 'ઘરનું ઘર'. તેમણે ક્યારેય રાજકીય લાભ મેળવવા પ્રયત્ન નથી કર્યો. આમ, કહીને તેમણે કોંગ્રેસને ચૂંટલી ખણી હતી. બીજી તરફ તેમને એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, આજે પણ લાખો પરિવાર દેશમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે. વડાપ્રધાન દરેક પરિવારને ઘર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તે કામ અઘરું છે. દરેક વ્યક્તિને ઘરનું ઘર જોઈએ છે. નીતિન પટેલે સાધુઓ ઉપર પણ ટીખળ કરી હતી કે, વળી જેનું ઘર નાનું હોય તેને મોટું જોઈએ છે. સાધુ સંતોને પણ ભવ્ય આશ્રમ બનાવવાની ઈચ્છા થાય છે.
રાજકારણમાં કામ કરવું અઘરું
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, રાજકારણમાં કામ કરવું અઘરૂં છે. તે અમારું મન જાણે છે. પાર્શ્વનાથ બિલ્ડર તરફથી આ રોડને ડેવલપ કરવાની જવાબદારી લેવામાં આવી છે અને તેને એસ. જી. હાઈવે (S. G. Highway) સુધી લંબાવવામાં આવશે.