ગુજરાત

gujarat

ETV Bharat / city

આ પરિણામ તો આગામી ચૂંટણીઓનું ટ્રેલરઃ વિજય રૂપાણી - election is a trailer

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ગાંધીનગર ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં કોરોના કાળના સમયમાં પણ જનતાએ ઉત્સાહપૂર્વક ભાજપ તરફી મતદાન કરી આઠેય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે. ત્યારે તેઓ ગુજરાતના મતદાર ભાઈઓ અને બહેનોનો સહૃદય આભાર વ્યક્ત કરે છે.

આ પરિણામ તો આગામી ચૂંટણીઓનું ટ્રેલરઃ વિજય રૂપાણી
આ પરિણામ તો આગામી ચૂંટણીઓનું ટ્રેલરઃ વિજય રૂપાણી

By

Published : Nov 10, 2020, 8:03 PM IST

  • ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા બદલ ગુજરાતના મતદારોનો સહૃદય આભાર વ્યક્ત કરતા CM વિજય રૂપાણી
  • આજના આ ભવ્ય વિજયનો શ્રેય ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાના શિરે જાય
  • પેટાચૂંટણીમાં તમામ ધર્મ, જ્ઞાતિ, સમાજના નાગરિકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો

    અમદાવાદ :મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ગાંધીનગર ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોરોના મહામારીકાળના સમયમાં પણ જનતાએ ઉત્સાહપૂર્વક ભાજપ તરફી મતદાન કરી આઠેય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે. ત્યારે તેઓ ગુજરાતના મતદાર ભાઈઓ અને બહેનોનો સહૃદય આભાર વ્યક્ત કરે છે. કોરોના મહામારી વચ્ચે પણ ભાજપાના કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી ભાજપાનો વિજય નિશ્ચિત બનાવ્યો હતો. આજના આ ભવ્ય વિજયનો શ્રેય ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાના શિરે જાય છે.

    આ પરિણામ તો આગામી ચૂંટણીઓનું ટ્રેલરઃ વિજય રૂપાણી

    વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપાનો વિજયએ જનતાનો વિજય છે. આજનું પરિણામ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી સમયમાં આવનારા ચૂંટણી પરિણામોનું દિશાદર્શન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપા સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે જનહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે. જનતાનો ભાજપા ઉપરનો વિશ્વાસ અંકબંધ છે.
    આ પરિણામ તો આગામી ચૂંટણીઓનું ટ્રેલરઃ વિજય રૂપાણી


    જનતાએ આ ચૂંટણીમાં અપાવેલા ભવ્ય વિજયથી ભાજપાની વિધાનસભામાં સંખ્યાબળ વધીને 111 થયું છે. રાજ્યના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરી જનતાની આશા, આકાંશા, અપેક્ષા અને સપનાઓને પરિપૂર્ણ કરવા માટે રાજ્યની ભાજપ સરકાર કટિબદ્ધ છે.

ગુજરાત ભાજપાનો ગઢ હતો, આજે પણ છે આગળ પણ ભાજપાનો જ ગઢ રહેશે

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છથી લઈ કપરાડા સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ ધર્મ, જ્ઞાતિ, સમાજના નાગરિકોએ ભાજપા પર વિશ્વાસ મૂક્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે, ભાજપાની વિકાસલક્ષી, રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ વિચારધારાને જનતાનો સંપૂર્ણ ટેકો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સંપૂર્ણ સૂપડા સાફ થયા છે. પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે, કોંગ્રેસના તમામ ષડયંત્રો નિષ્ફળ નીવડ્યા છે. ગુજરાત ભાજપાનો ગઢ હતો. આજે પણ છે આગળ પણ ભાજપાનો જ ગઢ રહેશે, ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપા સાથે છે. આ સાથે વિજય રૂપાણીએ ઉત્તરાખંડમાં માર્ગ અકસ્માતમાં દિવંગત થયેલ ભાજપા કાર્યકર્તાઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જનતાને ગેરમાર્ગે દોરનારા ટ્વિટ કરનારી કોંગ્રેસની નકારાત્મક ટ્વીટી જમાતને જનતાએ ચૂંટણીમાં જવાબ આપી દીધો છેઃ સી.આર.પાટીલ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોના ભાજપા પરના અતૂટ વિશ્વાસ અને ભાજપા સંગઠન અને કાર્યકર્તાઓની બૂથ સુધીની અસરકારક ચૂંટણીલક્ષી વ્યવસ્થાના કારણે ભાજપાને આઠેય બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરવામાં સફળતા મળી છે. જનતાનો ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. કાર્યકર્તાઓએ અથાક પરિશ્રમ કરીને આ સફળતામાં મહ્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. જનતાને ગેરમાર્ગે દોરનારા ટ્વિટ કરનારી કોંગ્રેસની નકારાત્મક ટ્વીટી જમાતને જનતાએ ચૂંટણીમાં જવાબ આપી દીધો છે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વમાં જનહિતમાં કાર્યરત વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને સરળતાથી મળે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરાયેલ લોકોપયોગી કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓના કારણે જનતાનો ભાજપા પરનો વિશ્વાસ વધુ સૃદઢ બન્યો છે. જનતાને ચૂંટણીમાં ગેરમાર્ગે દોરી જૂઠો અને ભ્રામક અપપ્રચાર કરનારી કોંગ્રેસને જનતાએ કોરોના સંક્રમણના સમયમાં પણ ઊંચું મતદાન કરીને સાફ કરી દીધી છે.

કમલમ ખાતે ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત

આ તકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એકબીજાને મોં મીઠું કરાવી ભાજપના વિજયને આવકાર્યો હતો. આ તકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, રાજ્ય સરકારના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, પ્રદીપસિંહ જાડેજા, કુંવરજી બાવળીયા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ભાર્ગવ ભટ્ટ સહિતના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપનો ફટાકડા વગરનો વિજયોત્સવ

વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે, ત્યારે ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ગાંધીનગર ખાતે ભાજપાના કાર્યકર્તાઓએ ભારે હર્ષોલ્લાસ સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. ઢોલ, નગારા, ત્રાંસા વગાડી ભાજપાના વિજયને કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details