ગુજરાત

gujarat

ETV Bharat / city

જિયો પ્લેટફોર્મ્સમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.11,367 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે આજે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે(પીઆઇએફ) રૂ.11,367 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ આંકવામાં આવી છે. પીઆઇએફને આ રોકાણની સામે જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધારે 2.32 ટકા ઇક્વિટી હિસ્સો મળશે.

જિયો પ્લેટફોર્મ્સમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.11,367 કરોડનું રોકાણ કરશે
જિયો પ્લેટફોર્મ્સમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.11,367 કરોડનું રોકાણ કરશે

By

Published : Jun 18, 2020, 7:44 PM IST

મુંબઈઃ પીઆઈએફના નવા રૂપિયા 11,367 કરોડના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સને એપ્રિલ, 2020થી અત્યાર સુધી વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,693.95 કરોડનું રોકાણ મળ્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી અને એલ કેટરટન સામેલ છે.

જિયો પ્લેટફોર્મ્સમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.11,367 કરોડનું રોકાણ કરશે
પીઆઇએફના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે આંતરરાષ્ટ્રીય સ્તરના ટોચના નાણાકીય રોકાણકારો સાથે પાર્ટનરશિપ કરી છે, જેઓ ભારત માટે ડિજિટલ સોસાયટીનું વિઝન સાકાર કરવામાં પ્રદાન કરશે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે.
જિયો પ્લેટફોર્મ્સમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.11,367 કરોડનું રોકાણ કરશે
પીઆઇએફએ સાઉદી અરેબિયાનું સોવેરિયન વેલ્થ ફંડ છે અને પોતાના અર્થતંત્રમાં ડાઇવર્સિફિકેશન લાવવાના ભાગરૂપે અત્યાર સુધી ભારતીય અર્થતંત્રમાં મોટું રોકાણ કર્યું છે. આ રોકાણ પીઆઇએફની સ્ટ્રેટેજીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાના વિઝન 2030નો ઉદ્દેશ આર્થિક પરિવર્તનને આગળ વધારવા લાંબાગાળે વાણિજ્યિક વળતર આપે એવા ક્ષેત્રો અને કંપનીઓમાં રોકાણ કરવાનો છે. આ ઉદ્દેશ પાર પાડવા જિયોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણ પીઆઇએફને સાઉદી અરેબિયાના રોકાણને લાભદાયક ક્ષેત્રોમાં કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાત ક્ષેત્રો અને વિકસતી કંપનીઓ સાથે ગાઢ સંબંધો ઊભા કરવાના ભાગરૂપે પણ કરવામાં આવ્યું છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમે રિલાયન્સમાં ઘણા દાયકાઓથી સાઉદી અરેબિયાના કિંગ્ડમ સાથે લાંબા અને ફળદાયક સંબંધો ધરાવીએ છીએ. ઓઇલ ઇકોનોમીથી અમારા સંબંધો હવે ભારતની ન્યૂ ઓઇલ (ડેટા-સંચાલિત) ઇકોનોમી તરફ મજબૂત બનવા અગ્રેસર છે, જેનો પુરાવો જિયો પ્લેટફોર્મ્સમાં પીઆઇએફનું રોકાણ છે. હું સાઉદી અરેબિયાના કિંગ્ડમના આર્થિક પરિવર્તનને આગળ વધારવામાં પીઆઇએફની નિર્ણાયક ભૂમિકાની પ્રશંસા કરું છું. હું જિયો પ્લેટફોર્મ્સમાં કિંમતી પાર્ટનર તરીકે પીઆઇએફને આવકારું છું તથા અમે 1.3 અબજ ભારતીયોના જીવનને સમૃદ્ધ કરવા અને સક્ષમ બનાવવા ભારતના ડિજિટલ પરિવર્તનને વેગ આપવા મહત્ત્વાકાંક્ષી પગલાં લીધા હોવાથી તેમનો સતત સાથસહકાર અને માર્ગદર્શન મેળવવા આતુર છીએ.પીઆઇએફના ગવર્નર મહામહિમ યાસિર અલ-રુમાય્યાને કહ્યું હતું કે, અમને ઇનોવેટિવ બિઝનેસમાં રોકાણ કરવાની ખુશી છે, જે ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મોખરે છે. અમે માનીએ છીએ કે, ભારતીય ડિજિટલ અર્થતંત્રમાં પુષ્કળ સંભવિતતા રહેલી છે અને જિયો પ્લેટફોર્મ્સ અમને એ વૃદ્ધિનો લાભ લેવાની ઉત્કૃષ્ટ તક પ્રદાન કરે છે. આ રોકાણ અમને સાઉદી અરેબિયાના અર્થતંત્ર તથા અમારા દેશના નાગરિકો ના લાભ માટે લાંબા ગાળે મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક વળતર જનરેટ કરવા સક્ષમ બનાવશે, જે કિંગ્ડમની રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવા અને એની વૃદ્ધિને સુસંગત છે.

ABOUT THE AUTHOR

...view details