ગુજરાત

gujarat

ETV Bharat / city

Boris Johnson Gujarat Visit: ગાંધી આશ્રમે બોરિસ જોન્સનને 'ગાઈડ ટુ લંડન' પુસ્તક ભેટમાં આપી - Boris Johnson visiting Gandhi Ashram

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાતે (Boris Johnson Gujarat Visit) ગાંધી આશ્રમ તરફથી ભેટ આપવામાં આવી હતી. તેમજ અંગ્રેજ રાજમાં મીઠા પર (Boris Johnson Visit Gandhi Ashram) વાતને લઈને આશ્ચર્ય થયા હતા. આ ઉપરાંત આશ્રમની મુલાકાત લઈને શું કહ્યું  બોરિસ જ્હોન્સનને જાણો....

Boris Johnson Gujarat Visit : બોરિસ જ્હોન્સનને ગાંધી આશ્રમ તરફથી આપવામાં આવી ભેટ, બ્રિટનના વડાપ્રધાન થયા આશ્ચર્ય
Boris Johnson Gujarat Visit : બોરિસ જ્હોન્સનને ગાંધી આશ્રમ તરફથી આપવામાં આવી ભેટ, બ્રિટનના વડાપ્રધાન થયા આશ્ચર્ય

By

Published : Apr 21, 2022, 2:38 PM IST

Updated : Apr 21, 2022, 3:23 PM IST

અમદાવાદ : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બે દિવસના (Boris Johnson Gujarat Visit) ભારત પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત તેમણે ગુજરાતથી કરી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ બ્રિટનના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બોરિસ જ્હોનસને ગાંધી આશ્રમની (Boris Johnson Visit Gandhi Ashram) મુલાકાતે ગયા હતા. ગાંધી આશ્રમ તરફથી બોરિસ જોન્સનને ભેટ આપવામાં આવી છે.

બોરિસ જોન્સન ગાંધી આશ્રમની મુલાકાત

આ પણ વાંચો:Boris Johnson Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, જાણો કેવો રહેશે તેમનો કાર્યક્રમ

બોરિસ જ્હોન્સનને મળી આ ભેટ? -ગાંધી આશ્રમ તરફથી બોરિસ જોન્સનને ચરખાની નાની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત 'ગાઈડ ટુ લંડન' તેમજ ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી. બોરિસ જોન્સને ઝીણવટપૂર્વક ગાંધી આશ્રમની મુલાકાત (Boris Johnson Gift from Gandhi Ashram) કરી હતી. સૌ પ્રથમ તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ચરખો કાંત્યો હતો. તેમણે ગાંધીજીના નિવાસસ્થાન હ્રદયકુંજની મુલાકાત લીધી હતી. ગાંધીજી જ્યાં સભા કરતા હતા તે સ્થળની પણ મુલાકાત લીધી હતી અને મીરા કુટીરની પણ (PM United Kingdom Visit Ahmedabad) મુલાકાત લીધી હતી.

આશ્રમની વિઝિટર બુકમાં સંદેશ

આ પણ વાંચો:Britain PM Gujarat Visit: બોરિસ જોનસન 21 એપ્રિલે આવશે અમદાવાદ, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM

બ્રિટનના વડાપ્રધાનને થયું આશ્ચર્ય? -અંગ્રેજ રાજમાં મીઠા પર નખાયેલા અસહ્ય કરની બાબતો જાણીને બ્રિટનના વડાપ્રધાને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. છેલ્લે તેમણે ગાંધી આશ્રમના સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી. અડધો કલાકની મુલાકાતમાં તેમણે આશ્રમની વિઝિટર બુકમાં સંદેશ પણ આપ્યો હતો. તેમણે આશ્રમની મુલાકાત બદલ પોતાને સૌ ભાગ્યશાળી ગણાવ્યા હતા. સત્ય અને અહિંસા થકી વિશ્વને બદલનાર (Boris Johnson visiting Gandhi Ashram) મહામાનવની પ્રશંસા કરી હતી.

Last Updated : Apr 21, 2022, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details