- AMC દ્વારા AMTS અને BRTSની બસોની સંખ્યામાં વધારો
- 14 જૂનથી AMTSની 575 અને BRTSની 250 બસ શરુ કરાશે
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવશે શરુ
અમદાવાદઃશહેરવાસીઓ માટે AMC દ્વારા રાહતના સમાચાર...આગામી 14 જૂનથી AMTS અને BRTSની બસોની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. અત્યાર સુધી 50 ટકા AMTS અને BRTSની બસ કાર્યરત હતી, જે હવે વધારીને AMTSની 575 અને BRTSની 250 બસ શરુ કરવામાં આવશે.
કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવા વધારો કરાયો
મહત્વનું છે કે, 11 જૂન સુધીમાં 65 હજાર 400 જેટલા પ્રવાસીઓએ AMTS બસની સેવાનો લાભ લીધો હતો. આમ એક અઠવાડિયામાં બસમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આ વધારાને ધ્યાનમાં લઇ અને બસમાં પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.