- રાજકારણીઓની ભૂલ ભોગવશે જનતા
- અમદાવાદમાં સતત વધતા કોરોનાના કેસ
- શનિવાર અને રવિવારે થિયેટર અને મોલ બંધ રાખવા આદેશ
અમદાવાદ:રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ અમદાવાદમાં જે રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શુક્રવારથી રાત્રી કરફ્યૂનો સમય એક કલાક વધારી દેવામાં આવ્યો છે. એટલે કે, સમય વધારીને 9:00થી સવારે 06:00 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.
શનિવાર અને રવિવારે થિયેટર અને મોલ બંધ રાખવા આદેશ આ પણ વાંચો:કોરોનાના કહેર વચ્ચે અંકલેશ્વર GIDCમાં સ્વયંભૂ લોકડાઉન
નિયમોનું પણ કડક પાલન કરાવવામાં આવશે
કોરોના કેસમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલની સંખ્યા, તેમાં રહેલા બેડની ઉપલબ્ધતા વગેરે માટેની સુવિધાઓ અને રસીકરણને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે આ ચર્ચાના અંતે કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા રાત્રી કરફ્યૂનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાથે જ લોકોને નિયમોનું પણ કડક પાલન કરાવવામાં આવશે.
આ પણ વાંચો:ખાનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યું