અમદાવાદ:N95 માસ્કથી તો આપણે બધાં પરિચિત છીએ તેની ફિલ્ટરેશન ક્ષમતા 95 ટકા જેટલી છે જયારે N99 માસ્કની ફિલ્ટરેશન ક્ષમતા લગભગ ૧૦૦ ટકા જેટલી હોવાનું સામે આવતા અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ એસોસિએશન (ATIRA) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંયુક્ત ઉપક્રમે હાલ દેશમાં અદ્યતન N99 માસ્કનું ઉત્પાદન WHOના માપદંડ અનુસાર કરવામાં આવી રહ્યું છેBody:અટીરા દ્વારા ૩,૮૫,૦૦૦ N99 માસ્ક બને તેટલું કાપડ ડી.આર.ડી.ઓ.ને આપવામાં આવ્યું છે. ‘. કોટેડ ફાઇબરના ઉપયોગથી N99 માસ્કનું ફિલ્ટર લેયર તૈયાર કરવામાં આવે છે. N99 માસ્કમાં ૫ સ્તર આવે છે જેમાં ૩ સામાન્ય સ્તરની વચ્ચે ૨ ફિલ્ટર લેયર હોય છે. N99 માસ્ક ભારતમાં ઉપલબ્ધ વિવિધ માસ્કનો સર્વોચ્ચ પ્રકાર છે.
N-95 માસ્ક કરતાં પણ વધુ ફિલ્ટરેશન ધરાવતું N-99 માસ્કનું કાપડ ATIRA બનાવશે - કોરોના માસ્ક ટેક્સટાઈલ રીસર્ચ
અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ એસોસિએશન-ATIRA અને ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન DRDOના સંયુક્ત ઉપક્રમે હાલ દેશમાં અદ્યતન N99 માસ્કનું ઉત્પાદન WHOના માપદંડ અનુસાર કરવામાં આવી રહ્યું છે.
N95 માસ્ક કરતાં પણ વધુ ફિલ્ટરેશન ધરાવતું N99 માસ્કનું કાપડ ATIRA બનાવશે
કોરોના વાયરસનાં સંક્રમણને કારણે N95 માસ્કની માંગ વધી પરંતુ તેનું ફિલ્ટરેશન કેપેસિટી (ગાળણ ક્ષમતા) 95% હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક ૯૫%ની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે. જ્યારે N99 માસ્કની ગાળણ ક્ષમતા લગભગ ૧૦૦% (૯૯.૯૯%) હોય છે. ડી.આર.ડી.ઓ. ભારત સરકાર માન્ય માસ્ક ઉત્પાદન એકમ ધરાવે છે. અટીરા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે.