અમદાવાદઃ અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળી શકવા મુદ્દે હવે સરકાર સામે વિવાદ થયો હતો. તો બીજી તરફ સરસપુરના નાની વાસણ શેરીના ગાદીપતિએ વહેલી સવારથી મીડિયા સમક્ષ સૌથી મોટું નિવેદન સામે આપ્યું હતું, લક્ષ્મણદાસજીએ રથયાત્રા મુદ્દે સરકારને આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી, તેઓએ સરકારને 48 કલાકનો સમય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સરકારે રથયાત્રા ન નીકળી એટલે રાજીનામું આપી દેવું જોઈએ. 48 કલાકમાં સરકાર નિર્ણય નહીં લે નહીં તો પોતે આત્મહત્યા કરી લેશે.
સરસપુરના મહંતે આપેલી ચીમકીનો મામલો આખરે સમજાવટ બાદ પડ્યો શાંત - અમદાવાદ જગન્નાથજી રથયાત્રા
અમદાવાદમાં રથયાત્રા મુદ્દે સરકાર સામે મંદિરના મહંત અને સરસપુર ગાદીપતિનો આક્રોશ જોવા મળ્યો હતો. સરસપુરના મહંત લક્ષમણદાસજીએ વહેલી સવારથી આત્મવિલોપન અંગે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ તંત્ર દોડતું થયું અને આખરે મામલો શાંત પાડ્યો હતો.
જેને લઈ સરકાર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. સરકારના આગેવાન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સરસપુરની વાસણ શેરી પહોંચી ગઈ હતી. મહંત સાથે બેઠક કરી મહંતનો સમજાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો.
જો કે કલાકોની મહેનત અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો. પરંતુ મહંતના બદલાતાં ચહેરાએ જણાવ્યું કે સરકારે અમારી ગેરસમજ દૂર કરી છે. રથયાત્રા ન નીકળી તે અંગે તેમને પણ દુઃખ થયું છે. જેથી હવે અમારી ગેરસમજ દૂર થઈ છે. આ નિવેદન સરસપુર મહંતે આપ્યું હતું.